mp pench national park tiger came in front of this video goes viral
  • Home
  • Featured
  • અચાનક રસ્તા પર આવી બેસી ગયો વાઘ, આસ-પાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા, Video

અચાનક રસ્તા પર આવી બેસી ગયો વાઘ, આસ-પાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા, Video

 | 2:20 pm IST

સોશિયલ મીડિયા પર સિંહ કે વાધના વીડિયો ખુબજ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં Pench National Parkમાં અચાનક એક વાધ રસ્તા પર આવીને બેસી ગયો. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો.

વાત જાણે એમ છે કે ક્યારેક આપણે કુદરતી વાતાવરણમાં વસતા આ જંગલી પ્રાણીઓની દુનિયામાં પ્રવેશી જઈએ છીએ ત્યારે તેઓને પણ નવાઇ લાગે છે કે આ અમારા વિસ્તારમાં કોણ આવી ચડ્યુ. મધ્યપ્રદેશના શિવની જિલ્લાથી 25 કિલોમીટર દૂર પાર્કમાં બફર જોન એનએચ-7 પર માર્ગનું કામ ચાલી રહ્યુ હતુ

અચાનક ત્યાં વાઘભાઇ લટાર મારવા નીકળી પડ્યા પછી તો જે થયુ ત્યાંથી પસાર થતા લોકો ત્યાંજ ઉભા રહી ગયા મજાલ છે કોઇને રસ્તો કાપે. થોડો સમય સડક પર ખુલામાં બેસીને અંતે આ વાઘ ભાઈ પોતાના ઘર તરફ એટલે કે જંગલ તરફ રવાના થઈ ગયા. ત્યાં સુધીમાં તો ત્યાં પસાર થતા કેટલાયે લોકોના જીવ અધ્ધર થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન