પેનિસ નમ્બ છે - Sandesh
1.6M
1M
1.7M
APPS

પેનિસ નમ્બ છે

 | 4:22 am IST
  • Share

ઇન્ટિમસીઃ કામિની મોટવાણી

સવાલ : એક પુરુષ ૬૫ વર્ષનો થાય ત્યારે તે સૌથી વધુ કેટલીવાર સેકસ કરી શકો?  

ઉકેલ : તમે ૬૫ વર્ષનો આ મેજિકલ નંબર ક્યાંથી લાવ્યા? કોઈપણ પુરુષ જીવતો હોય ત્યાં સુધી ગમે એટલી વાર સેક્સ કરી શકે. બસ શરત એ છે કે તે સેન્સીબલ રહેવું જોઈએ.

સવાલ : હું ૭૦ વર્ષનો છું. અને મારી વાઈફ ૬૫ વર્ષની છે. મારી હેલ્થ પરફેક્ટ છે અને મને કોઈ જ બીમારીઓ નથી. પણ છેલ્લાં બે વર્ષથી મને ઈરેકશન નથી આવતું. મારા જનરલ પ્રેક્ટિશનરે મને ૫૦ મિ.લિગ્રામની સેવિટ્રા ટેબ્લેટ્સ પ્રિસ્કાઈબ કરી છે તે રોજ લઉં છું. પણ તેનાથી પણ કોઈ ફેર પડયો નથી. મારી સેક્સ્યુઅલ લાઈફ ખોરવાઈ ગઈ છે. પ્લીઝ હેલ્પ.  

ઉકેલ : ઈરેકશનનાં પ્રોબ્લેમ સિવાય તમારી હેલ્થ પરફેક્ટ છે. તે બદલ તમને કંગ્રેટયુલેશન્સ! તમને જે ટેબ્લેટ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવી છે તેમાં સિલ્ડેનાફિલ હોય છે અને જો તમે તે લીધાં પછી ફોરપ્લે ના કરતાં હોવ તો તેની કોઈ અસર થતી નથી. તમારે કોઈ સેક્સપર્ટની મદદ લેવી જોઈએ.

સવાલ : મારી દીકરી ૨૦ વર્ષની છે અને તેની સેક્સની જરૂરિયાત ખૂબ જ વધારે છે. તે સોશિયલ મીડિયા સાઈટ્સ પર કલાકો વિતાવે છે. જ્યાં તે અજાણ્યાં વ્યક્તિઓની સાથે સેક્સની ફેન્ટેસીઝ શેર કરે છે અને તેમને કોઈ જગ્યાએ મળવા માટે બોલાવે છે. એક વખત તો તેણે પોતાના નેકેડ ફોટોગ્રાફસ પણ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કર્યા હતા. મને ખબર નથી પડતી કે આ સિચ્યુએશનમાં મારે શું કરવું જોઈએ.  

ઉકેલ : શું તમારી દીકરી પહેલેથી જ આવી હતી કે તાજેતરમાં જ તેનું બિહેવિયર આવું થઈ ગયું છે? આ ઉંમરે તેની સેક્સ્યુઅલ પેટન્સે કે તેની સેક્સ્યુઅલ હેબિટ્સ બદલી શકાય નહીં તમારે તેને કોઈ સાઈકિયાટ્રિસ્ટની પાસે કાઉન્સેલિંગ માટે લઈ જવી જોઈએ. કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને તેની વજાઈનનું ચેકઅપ પણ કરાવવું જોઈએ, ખાસ કરીને તેના કિલટોરિસનું ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ : મારાં લગ્ન ૧૦ વર્ષ અગાઉ થયાં છે. છેલ્લાં સાત વર્ષથી મારી વાઈફ બીમાર રહે છે એટલે અમે તે દરમિયાન સેકસ કર્યું જ નથી. જો કે, હવે તેની તબિયત સારી છે છતાં અમે સેકસ નથી કરી શકતાં. અમે બધું ટ્રાય કરી ચૂક્યાં છીએ પણ કોઈ મદદ મળી નથી. અમે એકબીજા સાથે નેકેડ સૂઈએ છીએ પણ હું તેની સાથે ઈન્ટરકોર્સ કરવાની ટ્રાય કરું ત્યારે મને ઈરેકશન નથી આવતું. જો કે હું માસ્ટરબેટ કરતો હોઉં ત્યારે મને સ્ટ્રોંગ ઈરેકશન આવે છે. મારે શું કરવું જોઈએ?  

ઉકેલ : તમને માસ્ટરબેશન સમયે જો સ્ટ્રોંગ ઈરેકશન આવતું હોય તો તેનો મતલબ છે કે તમને કોઈ શારીરિક ખામી નથી, પણ તમને કોઈક વસ્તુથી ટેન્શન થઈ રહ્યું છે. વહેલી સવારે સેક્સ કરવાની ટ્રાય કરો અને તમારી વાઈફનાં પગને તમારા ખભા પર રાખીને સેક્સ કરવાનો ટ્રાય કરો. જો તેમાં પણ સફળતા ન મળે તો કોઈ લોક્લ સેકસપર્ટની સલાહ લો.

સવાલ : હું ૩૧ વર્ષનો છું. મારા આવતા વર્ષે મેરેજ છે. મારું પેનિસ નમ્બ છે. એમાં કોઈ સેન્સેશન નથી. પ્લીઝ મને એનું કારણ કહો.  

ઉકેલ : નર્વ પ્રોબ્લેમ્સમાં સ્પેશિયલાઈઝીસ ન્યુરો ફિઝિશયનને મળો. ડોકટર તમને મદદ કરવા જોઈએ. તમારાં લક્ષણો ઘણાં અસામાન્ય છે.

સવાલ : હું ૩૨ વર્ષનો છું અને છેલ્લાં દસ વર્ષથી મેરિડ છું. મને છેલ્લાં એક વર્ષથી શિશ્નના ઉત્થાનની સમસ્યા છે. એટલા માટે જ સમાગમ દરમિયાન હું મારી વાઈફને સંતોષ આપી શક્તો નથી. મારી વાઈફ મારું અપમાન કરે છે અને મારી ઉપેક્ષા કરે છે. આ બીમારીની કોઈ દવા છે? વળી, હું મારી આખી જિંદગી ટેબલેટ્સ પણ લેવા માગતો નથી. હું ફકત સિચ્યુએશન ઈમ્પ્રૂવ થાય એમ ઈચ્છું છું. પ્લીઝ મને મદદ કરો.  

ઉકેલ : તમારા ઈરેકશનનો પ્રોબ્લેમ ફકત એક વર્ષથી જ હોવાથી એની પાછળ સાઈકોલોજિકલ કારણ હોવું જોઈએ. સેકસપર્ટને મળો કે જે આની પાછળનું કારણ શોધીને એને અનુરૂપ એડવાઈસ આપશે. તમારી વાઈફને સમજાવો. કદાચ, વધુ ફોરપ્લે કરવાથી મદદ મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન