People from Luganga village in Uganda to Oshama crocodile to Fear
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આફ્રિકામાં 80 લોકોને કાચેકાચા ખાઈ ગયો ‘ઓસામા’, હજુ પણ છે અમર

આફ્રિકામાં 80 લોકોને કાચેકાચા ખાઈ ગયો ‘ઓસામા’, હજુ પણ છે અમર

 | 4:27 pm IST
  • Share

અમેરિકામાં 9/11 ના હુમલામાં સેંકડો લોકોની હત્યા કરનારા અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનના ડરથી આખું વિશ્વ હજુ પણ કાંપે છે. તમે જાણો છો કે દુનિયામાં બીજો એક ઓસામા પણ છે, જેનાથી આખો દેશ ત્રાહિમામ છે. આ ‘ઓસામા’એ અત્યાર સુધીમાં 80 લોકોને કાચા ખાઈ ચુક્યો છે અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે મરવા માટે તૈયાર નથી. હા, અમે વાત કરી રહ્યા છીએ ઓસામા મગરની જે યુગાન્ડાના લોકો માટે કાળ બની ગયો છે.

16 ફૂટ લાંબા આ મગરની ક્રૂરતાને કારણે આફ્રિકન દેશ યુગાન્ડાના લુગાંગા ગામના લોકોએ તેનું નામ ‘ઓસામા’ રાખ્યું છે. ઘણાં ગામલોકોનું માનવું છે કે ઓસામા બિન લાદેનની આત્મા આ મગરની અંદર રહે છે. આ કારણોસર, વિક્ટોરિયા તળાવના કાંઠે આવેલા લુગાંગા ગામના લોકો ઓસામાથી ડરે છે.

જો તમે એવા ગામમાં રહો છો જેના કિનારે એક સુંદર તળાવ હોય, તો પછી આનાથી વધુ સારી જગ્યા કોઈ હોઇ શકે નહીં. પરંતુ જો આ તળાવમાં કોઈ ખતરનાક મગર હોય, તો તમારી ખુશી વ્યર્થ થઈ શકે છે. આવું જ કંઈક યુગાન્ડાના લુગાંગા ગામના લોકો સાથે થઈ રહ્યું છે. યુગાન્ડામાં વિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું તળાવ અને વિશ્વનું બીજું મોટું તળાવ છે. આ તળાવ તેની વિશાળતા માટે ઓછું અને ઓસામાના ડરને કારણે વધુ જાણીતું છે.

નીલમાંથી મળી આવેલો આ 75 વર્ષનો મગર અત્યાર સુધીમાં 80 લોકોને મારીને ખાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી લુગાંગા ગામમાં ઓસામા મોતનો બીજું પર્યાય બની ગયો છે. 1991 અને 2005ની વચ્ચે ઓસામા મગરે લોહીની હોળી રમી અને ગામની વસ્તીના 1-10 ટકા લોકોને કાચા ખાઈ ગયો. ગામમાં ઓસામાની ક્રૂરતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. ઓસામા તળાવમાંથી પાણી લેવા જતા બાળકોને પળવારમાં પોતાનો શિકાર બનીવી લેતો. એટલું જ નહીં, ઓસામા જાણી જોઈને ફિશિંગ બોટની નીચે જતો અને તેમને ડૂબાડી દેતો પછી તેનમા અંદર બેઠેલા લોકોનો શિકાર કરતો.

ઓસામાના ડરની અસર એવી હતી કે ઘણા ગામલોકો તેના ડરથી રાત્રે ઉંઘમાંથી ઉઠી જતા હતા અને તેમના જીવ બચાવવા ભગવાનને વિનંતી કરતા હતા. જેમકે તેમની પ્રાર્થનાઓ રંગ લાવી અને વર્ષ 2005માં તે ઓસામાને પકડવામાં સફળતા મળી. લગભગ સાત દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઓસામા 50 ગામલોકોની જાળમાં ફસાઈ ગયો. આ ગ્રામજનોએ તેમને ગાયના ફેફસાં ખાવાની લાલચ આપી હતી અને ઓસામા પકડાઈ હતો. આ પછી ગામલોકોએ તેને એક મજબૂત દોરડાની મદદથી બાંધી અને તેને એક ટ્રકમાં ચઢાવી દીઝો. જો કે, ઓસામાની વાર્તા ત્યાં પૂરી થઈ નહીં. ગામલોકોએ તેને તાત્કાલિક મારવા માગતા હતા, પરંતુ યુગાન્ડામાં આ મંજૂરી નથી.

અધિકારીઓએ કહ્યું કે ઓસામાને પણ જીવનાનો અધિકાર છે અને તેને સજા તરીકે મારી શકાશે નહીં. તેના બદલે, આ મહાકાય પ્રાણીને યુગાન્ડાના એલીગેટર સંવર્ધન કેન્દ્રને આપવામાં આવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે આ વિશાળ મગરથી અન્ય વિશાળકાય મગર પેદા થશે અને હેન્ડબેગ બનાવવા માટે તેમના ચામડાની નિકાસ ઇટાલી અને દક્ષિણ કોરિયામાં થઈ શકે છે. ઓસામાના આગમન પછી સંવર્ધન કેન્દ્રમાં હવે પ્રવાસીઓની ભીડ જામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન