Petition to HC regarding fire at Covid Hospital in Bharuch, notice to Government
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભરૂચમાં કોવિડની હોસ્પિટલમાં આગ અંગે HCમાં અરજી, સરકારને નોટિસ, વધુ સુનાવણી 11 મેના રોજ હાથ ધરાશે.

ભરૂચમાં કોવિડની હોસ્પિટલમાં આગ અંગે HCમાં અરજી, સરકારને નોટિસ, વધુ સુનાવણી 11 મેના રોજ હાથ ધરાશે.

 | 7:26 am IST
  • Share

બે દિવસ પહેલા ભરૂચની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં લાગેલી આગના લીધે બે નર્સ સહિત ૧૮ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને ૧૦ મે પહેલા જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૧ મેના રોજ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે, આ દુર્ઘટના દુઃખદાયક છે અને હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ગયેલા દર્દીઓ તેમના ઘરે પરત ફ્રી ન શક્યા. હાઈકોર્ટમાં અરજદારની માગ હતી કે, મૃતકો અને પિડીતોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે, આગની દુર્ઘટના અને બેદરકારી માટે જવાબદાર લોકોને દંડ ફ્ટકારો અને કાયદા મુજબ પગલા લો.

આ ઉપરાંત, અરજદારની માગ હતી કે, રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગના મુદ્દે તપાસ કરનાર જસ્ટિસ ડી. એ. મહેતા કમિશનના રિપોર્ટને હાઈકોર્ટમાં રજૂ કરાવીને લોકોમાં જાહેર કરો. કમિશને તપાસ બાદ આ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરેલો છે. હજુ સુધી આ રિપોર્ટ જાહેર થયો નથી.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે ફયર સેફ્ટિ સંદર્ભનું નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ જ ન હતુ. ફયર સેફ્ટિની સુવિધા ન હોવાના લીધે, આગની દુર્ઘટના સમયે લોકોને બચવા માટેનો કોઈ મોકો જ મળ્યો ન હતો. હોસ્પિટલના સંચાલકો અને તંત્રના જવાબદાર અધિકારીઓની બેદરકારીના લીધે, ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યની હોસ્પિટલોમાં આગની દુર્ઘટના

તારીખ         શહેર          હોસ્પિટલ       મૃત્યુ આંક

૦૧.૦૫.૨૧     ભરૂચ           પટેલ વેલ્ફેર    ૧૮

૨૫.૦૪.૨૧     સુરત           આયુષ          ૦૫

૧૭.૦૩.૨૧     વડોદરા        વિજય વલ્લભ         ૦૦

૨૬.૧૧.૨૦     રાજકોટ ઉદય   શિવાનંદ       ૦૫

૦૮.૦૯.૨૦     વડોદરા               એસએસજી     ૦૦

૨૫.૦૮.૨૦     જામનગર      જીજી           ૦૦

૦૬.૦૮.૨૦     અમદાવાદ     શ્રેય            ૦૮

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન