Petrol has gone up by Rs 30 and diesel by Rs 36 In Last 7 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 7 વર્ષમાં પેટ્રોલ 30 તો ડીઝલ 36 રૂપિયા મોંઘુ થયું, જાણો કેન્દ્ર-રાજ્ય અને કંપનીઓની તિજોરીઓ કેટલી ભરાઈ?

7 વર્ષમાં પેટ્રોલ 30 તો ડીઝલ 36 રૂપિયા મોંઘુ થયું, જાણો કેન્દ્ર-રાજ્ય અને કંપનીઓની તિજોરીઓ કેટલી ભરાઈ?

 | 9:07 pm IST
  • Share

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 92 રૂપિયાની ઉપર છે. રાજસ્થાનના શ્રીગંગાનરમાં 106 તો મુંબઈમાં 102 રૂપિયાની ઉપર છે. કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવોએ લોકોની કમર તોડી નાખી છે. છેલ્લા કેટલાય વર્ષોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો થયો છે. વધતી કિંમતોને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધે છે. અને તેને કારણે શાકભાજી સહિતની અન્ય વસ્તુઓ ઉપર તેની અસર પડે છે. તો આવો જાણીએ છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘુ થયું અને એક્સાઈઝ ડ્યુટીથી કેન્દ્ર સરકારને, વેટ/સેલ્સ ટેક્સથી રાજ્ય સરકારને અને દેશની ટોચની 3 સરકારી પેટ્રોલિયમ કંપનીઓને કેટલી કમાણી થઈ.

છેલ્લા 7 વર્ષોમાં કેટલો ભાવ વધ્યો?

છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો, 2014-15થી લઈને અત્યાર સુધી દેશમાં પેટ્રોલ 30 રૂપિયા અને ડીઝલ 36 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સાત વર્ષ પહેલાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 66.09 રૂપિયા પ્રતિ લિટર હતી. જે હવે 95.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તો 50.32 રૂપિયે મળતું ડીઝલ હવે 86.75 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે પેટ્રોલની કિંમત 29.76 રૂપિયા તો ડીઝલની કિંમતમાં 36.43 રૂપિયાનો વધારો થયો છે.

5 વર્ષોમાં એક્સાઈઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારને કેટલી કમાણી થઈ?

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષોમાં કેન્દ્ર સરકારની કમાણી વધી છે. તેલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી વધારવાને કારણે કેન્દ્ર સરકારને ભારે નફો થયો છે. મે 2020માં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. તે સમયે એક લિટર પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 22.9 રૂપિયાથી વધારીને 32.9 રૂપિયા અને ડીઝલ પર 18.8 રૂપિયાથી વધારીને 31.8 રૂપિયા વધારવામાં આવી હતી.

એક્સાઈઝ ડ્યુટીથી કેન્દ્ર સરકારને થયેલ કમાણીઃ

– વર્ષ 2015-16માં 1.78 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2016-17માં 2.42 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2017-18માં 2.29 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2018-19માં 2.14 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2019-20માં 2.23 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2020-21માં 2.35 લાખ કરોડ રૂપિયા (એપ્રિલ-ડિસેમ્બર સુધીના આંકડા)

5 વર્ષમાં VAT/સેલ્સ ટેક્સથી રાજ્ય સરકારોને કેટલી કમાણી થઈ?

રાજ્ય સરકારોની કમાણીની વાત કરવામાં આવે તો પેટ્રોલિય પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ અનુસાર 2015-16માં તેમાં 4.11 ટકાનો વધારો થયો હતો. ત્યારે રાજ્ય સરકારોને 1.42 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. વર્ષ 2020-21 (એપ્રિલ-ડિસેમ્બર સુધી) વેટ/સેલ્સથી રાજ્ય સરકારોએ 1.35 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

5 વર્ષમાં રાજ્ય સરકારોને થયેલ કમાણીઃ

– વર્ષ 2015-16માં 1.42 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2016-17માં 1.66 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2017-18માં 1.85 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2018-19માં 2.01 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2019-20માં 2.00 લાખ કરોડ રૂપિયા
– વર્ષ 2020-21માં 1.35 લાખ કરોડ રૂપિયા (એપ્રિલ-ડિસેમ્બર સુધીના આંકડા)

દેશની ટોચની 3 સરકારી પેટ્રોલિયમ કંપનીને કેટલો નફો થયો?

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યાથી નવી દરો લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી, ડિલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેની કિંમતો લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોને આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. દેશની ટોચની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમની વાત કરીએ તો, છેલ્લા વર્ષોમાં તેમને ભારે નફો થયો છે.

ટોચની 3 સરકારી ઓઈલ કંપનીઓને થયેલ નફોઃ

* ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન

માર્ચ 2020 – 5185 કરોડ
જૂન 2020 – 1911 કરોડ
સપ્ટેમ્બર 2020 – 6227 કરોડ
ડિસેમ્બર 2020 – 4917 કરોડ
માર્ચ 2021 – 8781 કરોડ

* હિન્દુસ્તાન પેટ્રોલિયમ

માર્ચ 2020 – 27 કરોડ
જૂન 2020 – 2814 કરોડ
સપ્ટેમ્બર 2020 – 2477 કરોડ
ડિસેમ્બર 2020 – 2355 કરોડ
માર્ચ 2021 – 3018 કરોડ

* ભારત પેટ્રોલિયમ

માર્ચ 2020 – -1361 કરોડ
જૂન 2020 – 2076 કરોડ
સપ્ટેમ્બર 2020 – 2248 કરોડ
ડિસેમ્બર 2020 – 2778 કરોડ
માર્ચ 2021 – 11940 કરોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન