PF benefits will be given to the heirs of the deceased in a year and a half
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દોઢ વર્ષમાં મૃત્યુ પામનારના વારસદારોને PFના લાભ અપાશે

દોઢ વર્ષમાં મૃત્યુ પામનારના વારસદારોને PFના લાભ અપાશે

 | 7:03 am IST
  • Share

EPFOએ મહત્તમ વીમા લાભમાં વધારો કરીને રૂ.૭ લાખ અને લધુત્તમ રકમ પણ વધારીને રૂ.અઢી લાખ કરી દીધી છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં કોરોના કે અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હોય તેવા ઇપીએફઓના સભ્યોના વારસદારોમાં પીએફના વીમા યોજનાના ફાયદાઓ વિશે જાગૃતિના અભાવે તથા પીએફ સભ્યપદ વિશેની માહિતી ન હોવાના કારણે તેઓ ઇપીએફઓ કચેરીમાં પીએફ, પેન્શન અથવા વિમાના દાવા રજુ કરતા નથી. એટલે ઇપીએફઓ કચેરીએ આવા વારસદારોને શોધીને દાવા રજુ કરવાની સુવિધા આપવા માટે જાગૃતિ અભિયાન શરુ કર્યું છે.

પીએફ કપાતો હોય તેવા લોકોનું કોવિડ કે અન્ય કારણોસર છેલ્લા દોઢ વર્ષમાં મૃત્યુ થયું હોય તો તેમના સંબંધીઓ અને પરિવાર પીએફના લાભો મેળવવા મૃતકની તમામ માહિતી અમદાવાદ પીએફ કચેરીએ ઓનલાઇન અથવા રૂબરૂમાં આપી શકશે.

ઉપરાંત મૃતકના પરિવારો વિધવા પેન્શન, ચિલ્ડ્રન્સ પેન્શન, આશ્રિત પેરેન્ટ્સ પેન્શન જેવી પેન્શન માટે પણ પાત્ર છે. અમદાવાદની પીએફ કચેરી દ્વારા જાગ્રૃતિ અભિયાન અંતર્ગત છેલ્લા બે મહિનામાં ૪૩૫ વીમાના દાવાની પતાવટ કરીને કુલ ૧૩.૨૪ કરોડ ચુકવ્યા છે. બે મહિનામાં વિધવાઓ-બાળકો માટે ૫૭૩ કલેમમાં પેન્શન શરુ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન