Pfizer at home Covid pill could be available by year-end
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઘરે રહીને જ થશે કોરોના વાયરસની સારવાર, માત્ર ને માત્ર આ એક જ ગોળીથી!

ઘરે રહીને જ થશે કોરોના વાયરસની સારવાર, માત્ર ને માત્ર આ એક જ ગોળીથી!

 | 2:56 pm IST
  • Share

ઘરે જ કોરોનાની સારવાર એ પણ માત્ર એક ગોળીથી…આવું શકય થઇ શકે છે આવનાર સમયમાં. કોવિડથી બચાવની રસી બનાવનાર કંપની ફાઇઝરે હવે સંક્રમિત લોકોની સારવાર માટે દવા પણ બનાવી લીધી છે. આ માત્ર એક ગોળીમાં સારવારનો દાવો કરે છે. એક રિપોર્ટ અનુસાર અત્યારે તેને PF-07321332 નામ આપ્યું છે. આ દવાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે અને જો આ સફળતા મળી તો ઘરે જ કેટલાંય લોકો સાજા થઇ જશે અને હોસ્પિટલ લઇ જવાની જરૂર રહેશે નહીં.

ચાલી રહ્યું છે પહેલાં તબક્કાનું ટ્રાયલ

અત્યારે આ દવાનું પ્રથમ તબક્કાનું ટ્રાયલ અમેરિકા અને બેલ્જિયમમાં ચાલી રહ્યું છે. ટ્રાયલમાં 18 થી 60 વર્ષની ઉંમરના 60 સ્વસ્થ લોકો પર તેનું ટ્રાયલ ચાલી રહી છે. અત્યારે જાનવરો પર ટેસ્ટિંગ થયું હતું જેમાં કોઇપણ પ્રકારના સેફ્ટી રિસ્ક સામે આવ્યા નથી.

આવી રીતે કામ કરે છે

મીડિયા રિપોર્ટના મતે આ દવા એચઆઇવીની સારવારમાં ઉપયોગ થનાર એન્ટી રેટ્રોવાયરલ દવા જેવી છે. આ પ્રકારની દવા શરીરમાં વાયરસનું લેવલ (વાયરલ લોડ) એટલું ઓછું કરી દે છે કે તેને ઓળખી પણ શકાતો નથી. તેનાથી વાયરસ વધી શકતો નથી અને બાકીના લક્ષણોની સારવાર કરીને દર્દી સાજો થઈ જાય છે. આ દવાને પ્રોટીઝ ઇનહિબિટર તકનીક પર બનાવવામાં આવી છે જેમાં દવા વાયરલના એન્જાઇમ પર અસર કરે છે અને વાયરસ કોશિકાઓમાં પોતાની કોપી બનાવી શકતું નથી. એચઆઇવી ઉપરાંત હેપેટાઇટિસ સી વાયરસની વિરૂદ્ધ પણ આ પ્રકારની તકનીક પર બનાવવામાં આવી છે.

આથી ઓછા લોકો પર ટ્રાયલ

ફાઈઝરનું કહેવું છે કે આ દવાએ સાર્સ-કોવી-2 ઉપરાંત બાકીના કોરોના વાયરસ પર પણ તેની અસર બતાવી છે. આવી સ્થિતિમાં જો ભવિષ્યમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ આવે છે તો આ દવા પણ તેના પર અસર કરશે. કંપનીનું કહેવું છે કે પહેલા તબક્કાના ટ્રાયલમાં કેટલાક તંદુરસ્ત લોકો પર દવાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે કારણ કે માનવ શરીર આ દવાને કેટલો સમય ઝીલી શકે છે તે જોવાનું બાકી છે. જો બધું જ બરાબર રહે છે તો ફેઝ 2 અને ફેઝ 3 ટ્રાયલ્સ મોટી સંખ્યામાં લોકો પર કરવામાં આવશે. કારણ કે હજુ દવા પર રિસર્ચ જ ચાલી રહ્યું છે એવામાં એ કહેવું મુશ્કેલ છે કે આ કયાં સુધીમાં બજારમાં આવશે.

ઇન્જેકશનવાળા ડોઝનો પણ ટ્રાયલ

મોંથી લેવાતી ગોળી સિવાય ફાઇઝર ઇન્જેકશન દ્વારા અપાતા ડોઝનું પણ ટ્રાયલ કરી રહ્યું છે. તેને નામ અપાયું છે PF- 07304814. તેનું અત્યારે ફેઝ 1-બી મલ્ટી ડોઝ ટ્રાયલ ચાલી રહ્યું છે. તેને અત્યારે હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત લોકોને આપવામાં આવી રહી છે.

દાખલાની જરૂર રહેશે નહીં

ફાઈઝરના ચીફ સાઇન્ટિફિક ઓફિસર માઇકલ ડોલ્સ્ટનનું કહેવું છે કે આ દવાને મોં દ્વારા લેવામાં આવતી એક ગોળી તરીકે એટલા માટે બનાવામાં આવી છે જેથી કરીને સંક્રમણનું પહેલું લક્ષણ દેખાતા જ વ્યક્તિને આ આપી શકાય છે. તેનાથી દર્દીને હોસ્પિટલ લઇ જવા કે આઇસીયુમાં દાખલ કરવાની જરૂર રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન