Pfizer vaccine's 6 doses given to a 23 year old girl in Italy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • નર્સે ભૂલથી એક જ છોકરીને આપી દીધા કોરોના વેક્સિનના 6 ડોઝ, 24 કલાક બાદ જાણો શું થયા હાલ

નર્સે ભૂલથી એક જ છોકરીને આપી દીધા કોરોના વેક્સિનના 6 ડોઝ, 24 કલાક બાદ જાણો શું થયા હાલ

 | 2:21 pm IST
  • Share

ભારત સહિત દુનિયાના અનેક દેશોએ કોરોના સામે લડવા માટેની વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. ભારતમાં હવે 18થી ઉપરના લોકોને વેક્સિનની સુવિધા આપવામાં આવી છે. આ પહેલા 45 વર્ષથી ઉપરનાને જ વેક્સિન આપવામાં આવી રહી હતી. ભારતમાં લોકોને વેક્સિનેશન માટે સ્લોટ બૂક કરાવવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. એક ડોઝ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. તો ઇટાલીમાં ડૉક્ટરોની લાપરવાહીના કારણે એક જ છોકરીને વેક્સિનના 6 ડોઝ આપવામાં આવ્યા.

આ ઘટના 9 મેના રોજ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇટાલીમાં 23 વર્ષની એક વિદ્યાર્થિનીને Nao હૉસ્પિટલમાં એક જ દિવસમાં 6 વખત કોરોના વેક્સિન આપવામાં આવી. વેક્સિનેશનમાં થયેલી આ ઘોર લાપરવાહીની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે 6 ડોઝ બાદ હૉસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો. તમામ ચિંતિત હતા કે આટલા ડોઝ આપવામાં આવ્યા બાદ છોકરીના શરીર પર કેવી અસર થશે? આ કારણે છોકરીને 24 કલાક મેડિકલ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવી.

Nao હૉસ્પિટલના ડાયરેક્ટર Dr Antonella Vicentiએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, મહિલાને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થઈ. તેને 24 કલાક ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. Pfizerના આટલા મોટા ડોઝ બાદ સૌને ડર હતો કે આનું પરિણામ શું હશે? પરંતુ છોકરીને ના તો તાવ આવ્યો અને ના દુ:ખાવો થયો. જો કે 6 ડોઝ મળ્યા બાદ છોકરી ગભરાઈ ગઈ હતી. 6 ડોઝના 24 કલાક બાદ છોકરીને દેખરેખ હેઠળ રાખવામાં આવી.

ત્યારબાદ જ્યારે કોઈ સાઇડ ઇફેક્ટ ના જોવા મળી તો તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. જો કે ડૉક્ટર્સે કહ્યું છે કે હવે છોકરીને સતત મેડિકલ ઑબ્ઝર્વેશન માટે બોલાવવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે શું તેના શરીરમાં કોઈ અસર થઈ છે કે કેમ? ઉલ્લેખનીય છે કે આ પહેલા એક સ્ટડીમાં સામે આવ્યું હતુ કે Pfizerના 4 ડોઝ જ કોઈ માણસ સહન કરી શકે છે. હવે આ છોકરીને 6 ડોઝ મળ્યા બાદ સૌ કોઈ ચિંતિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન