Photometh is the best app for advanced calculations
  • Home
  • Supplements
  • અંકગણિતથી અદ્યતન કેલ્ક્યુલેશન અને ભૂમિતિ માટેની બેસ્ટ એપ એટલે ફોટોમેથ

અંકગણિતથી અદ્યતન કેલ્ક્યુલેશન અને ભૂમિતિ માટેની બેસ્ટ એપ એટલે ફોટોમેથ

 | 10:20 am IST
  • Share

બાળકોને સરળતાથી ગણિત શિખવાડવું વાલીઓ માટે અધરું થઇ જતું હોય છે ત્યારે મૂળભૂત અંકગણિતથી અદ્યતન કેલ્ક્યુલેશન અને ભૂમિતિ સુધીની દરેક વસ્તુ વિદ્યાર્થીઓને સારી રીતે ખ્યાલ આવે અને તેઓ સરળતાથી દરેક વસ્તુ સમજી શકે તે માટેની બેસ્ટ એપ એટલે ફોટોમેથ. આ એપ દ્વારા બાળકો ઘરે બેઠા ગણિત  શીખશે અને હોમવર્ક પણ કરશે. આ એપના માધ્યમથી ગણિત વિષયને લગતી વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરીને વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરી શકશે. આ સાથે એપમાં સ્ટેપ બાય સ્ટેપ અનેક પ્રકારના સ્પષ્ટીકરણો અને એનિમેશનના મારફતે ગણિત શીખવામાં વિદ્યાર્થીઓને મદદ મળશે. ફોટોમેથ એક એવી મેપ છે કે જેનો ઉપયોગ વાઇફાઇ અથવા ઇન્ટરનેટ વગર પણ કરી શકાય છે.  આ સાથે યૂઝર તેમના બાળકોને સરળ રીતે અઘરું ગણાતું ગણિત શીખવાડી શકશે. ગણિત શીખવા માટેની વિનામૂલ્યે એપ દ્વારા બાળકો શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કરી શકશે.

દરેક પ્રકારના ગણિતના વિષયોને કવર કરાયા છે

મૂળ ગણિત / પૂર્વ-બીજગણિત અંકગણિત, પૂર્ણાંકો, અપૂર્ણાંક, દશાંશ સંખ્યા, શક્તિ, મૂળ અને પરિબળોની સંપૂર્ણ સમજ

બીજગણિત : રેખીય સમીકરણો / અસમાનતા, ચતુર્ભુજ સમીકરણો, સમીકરણોની સિસ્ટમો, લોગરિધમ્સ, ફંક્શન્સ, મેટ્રિક્સ, ગ્રાફિંગ અને બહુકોષ વિશેની માહિતી

ભૂમિતિ : દરેક પ્રકારના વિશિષ્ટ પાઠયપુસ્તકોનો ભંડોળ

ત્રિકોણમિતિ / પ્રિકેલ્યુલસ : ઓળખ, શંકુ વિભાગો, વેક્ટર, સિક્વન્સ અને શ્રેણી સાથે લોગરિધમિક કાર્યોની સમજ

કેલ્ક્યુલેસન : મર્યાદા, ડેરિવેટિવ્ઝ, ઇન્ટિગ્રલ્સ અને કર્વ સ્કેચિંગનું જ્ઞાન

આંકડા : સંયોજનો,તથ્યોનું નોલેજ

એપની મુખ્ય વિશેષતાઓ

  • એક મેથ્સની પઝલ માટે અનેક પદ્ધતિઓથી સોલ્વ કરવાની સમજણ
  • મલ્ટિ ફંક્શનલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર
  • ઇન્ટરેક્ટિવ ગ્રાફ

એપની સાથે આ બધું પણ પ્રાપ્ત થશે

નિષ્ણાતોનું માર્ગદર્શન

શબ્દ અને ભૂમિતિની સમસ્યાઓ સહિત પસંદગીના પાઠયપુસ્તકોની દરેક સમસ્યા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષક દ્વારા માન્યતા આપેલી સમજૂતીઓ દરેક વિદ્યાર્થીને મળશે

ટિપ્સ અને સંકેતો

કેવી રીતે ગણિતની સમસ્યાનું નિરાકરણ લાવવું તેની સમજી અપાશે. આ સાથે એપની અંદર આપવામાં આવેલી સુવિધા એમ્બેડ ગ્લોસરીના માધ્યમથી યૂઝર્સને તેની ભૂલોનો ખ્યાલ આવશે. જેના કારણે યૂઝર્સ તરત જ તે સ્ટેપ્સનું નિરાકરણ કેવી રીતે લાવવું તેના વિશે કામ કરશે અને જ્યા સુધી સાચો ઉકેલ નહીં મળે ત્યાર સુધી તે ઘગશ સાથે તેનું કામ કરતો રહેશે.

એનિમેશન : ડિટેલમાં અપાયેલું એનિમેશન દરેક પ્રકારના ગણિતના સ્ટેપ્સને સમજવામાં મદદ કરશે. જેના કારણે યૂઝર્સને ગણિતના વિષયમાં રૂચી જાગશે અને તે બીજા વિષયોની જેમ ગણિતમાં પણ સારા માર્કસ મેળવી શકશે.

આ વીડિયો પણ જૂઓ: વડોદરામાં સગીરા પર દુષ્કર્મ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો