Plan ahead for future market needs
  • Home
  • Business
  • ભવિષ્યમાં બજારની જરૂરિયાત પ્રમાણે અત્યારે પ્લાનિંગ કરવું

ભવિષ્યમાં બજારની જરૂરિયાત પ્રમાણે અત્યારે પ્લાનિંગ કરવું

 | 4:40 am IST
  • Share

  • ભવિષ્યના પડકારો અને તકો બંનેને જોઈ શકે તે મેનેજર

  •  મેનેજમેન્ટ અને નિર્ણયોમાં જોખમ ચોક્કસપણે વધારે હોય છે 

  • પરિણામ મળે ત્યારે એ એક નવા  ઇતિહાસથી ઓછું નથી હોતું

ક અસરકારક મેનેજર પોતાના ભૂતકાળના અનુભવો અને આત્મસૂઝના જોરે ભવિષ્યને સારી રીતે જોઈને મૂલવી શકે છે. તે ભવિષ્યના પડકારો અને તકો બંનેને જોઈ શકે છે. હવે વાત એ આવે છે કે એ પડકારો અને તકો બંનેને સંતુલિત કરીને થોડું જોખમ લઈને જે મક્કમ પગલાં લેવા તૈયાર હોય છે ભવિષ્ય એને જ વરેલું હોય છે.  

ઇતિહાસ સાક્ષી છે કે જેને આવી રીતે ભાવિને પારખીને પોતાના મેનેજમેન્ટ પ્લાનને અનુરૂપ બનાવ્યા એ મેનેજર એન્ડ કંપનીએ નવા ઇતિહાસ રચ્યા છે. હા, આ પ્રકારમાં મેનેજમેન્ટ અને નિર્ણયોમાં જોખમ ચોક્કસપણે વધારે હોય છે પરંતુ જ્યારે એનું પરિણામ મળે ત્યારે એ એક નવા  ઇતિહાસથી ઓછું નથી હોતું.  

ભારતના જ ઉદ્યોગજગતમાં ડોકિયું કરીએ તો એક સફ્ળ મહિલા ઉદ્યોગ સાહસિકની વાત ઉદારહણ તરીકે અહીં ચોક્કસ કરવી જોઈએ. કિરણ મઝુમદાર શૉ એક સફ્ળ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિક કે જેણે ભવિષ્યને પારખીને પોતાના ઉદ્યોગમાં એક તદ્દન નવા ઉત્પાદનો બનાવ્યા. દેશવિદેશોમાં બજારોમાં મુખ્ય અને આજે સફ્ળતાની એક અલગ ઊંચાઈ પર તેઓ છે અને બીજા ઘણા ઉદ્યોગ સાહસિકોને ઉદાહરણ અને જુસ્સો પૂરો પડે છે.  

ડૉ. કિરણ મઝુમદાર શૉની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. તેણીએ બાયો ટેક્નોલૉજીની જબરદસ્ત સંભવિતતા જોઈ હતી જ્યારે કોઈએ તેના વિશે વિચારવાની હિંમત કરી ન હતી. બાયોકોન બાયોકેમિકલ લિમિટેડ ઓફ્ આયર્લેન્ડના સહયોગથી અને પોતાની રૂ. 10,000ની નજીવી મૂડી સાથે તેમણે ગેરેજમાં પોતાની કંપની બાયોકોન ઇન્ડિયા  શરૂ કરી.  

કંપની ભારત અને અન્ય ઉભરતા બજારોમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તા, છતાં સસ્તું પરવડે એવા ભાવે, નવી ટેકનોલોજી સભર જીવવિજ્ઞાન અને તેને લગતા બીજા ઘણા પેટન્ટ્સ પહોંચાડવામાં અગ્રણી છે. આજે, તે ભારતની સૌથી મોટી અને સંપૂર્ણસંકલિત બાયોફર્માસ્યુટિકલ કંપની છે જે ડાયાબિટીસ, કેન્સર અને ઓટો ઇમ્યુન સ્થિતિ માટે અદ્યતન, જીવનરક્ષક બાયોફર્માસ્યુટિકલ્સનો વિકાસ કરે છે, ઉત્પાદન કરે છે અને સપ્લાય કરે છે અને જે એકદમ સરળતાથી મળી રહે અને દરેક વ્યક્તિને પોસાય એવા ભાવે ઉપલબ્ધ કરાવે છે

બાયોકોન પોતાને એક ઇનોવેશન (નવીનતા) દ્વારા અને નવા સંશોધનો થકી આગળ વધતી કંપની તરીકે ઓળખાવે છે અને પોતાનું ફેકસ હંમેશાં પોસાય અને સરળથી મળી રહે એવા આધુનિક અને અસરકારક ફેર્મ્યુલેશન્સ અને બાયોલોજિક્સનું ઉત્પાદન કરવા અને નવા સંશોધનો કરવા પર કેન્દ્રિત છે. એના માટે પોતાના અનુભવ અને અદ્યતન વિજ્ઞાનમાં કંપનીની સહજશક્તિઓનો લાભ લે છે.  

આ ફેકસ અને ઉત્પાદન માટે કંપનીની વૈશ્વિક સ્તરની ક્ષમતા લીધે જ આજે ઉચ્ચ ગુણવત્તાવાળા, પોસાય તેવા જીવવિજ્ઞાનના ઉત્પાદન ઉપલબ્ધ કરાવે છે અને આજે વિશ્વના ચોથા સૌથી મોટા ઇન્સ્યુલિન ઉત્પાદક તરીકે સ્થાન ધરાવે છે, જે અમને સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવામાં સક્ષમ બનાવે છે. ભારતની અગ્રણી ઓન્કોલોજી કંપનીઓમાંની એક તરીકે, કંપનીએ દેશમાં દર્દીઓ, સંભાળ રાખનારાઓ અને તબીબી પ્રેક્ટિશનરોની જરૂરિયાતોને સંતોષવા માટે કેન્સર માટે સલામત, અસરકારક અને સસ્તું દવાઓ લાવી છે

આ સમયે  કે ટેક્નોલોજી કે એવી બીજી કંપનીનું ઉદાહરણ આપી શકાયું હોત પરંતુ જ્યારે દેશ અને દુનિયા એક મોટા તબીબી પડકારોના સમયમાંથી પસાર થઇ છે ત્યારે મને લાગ્યું કે દવાઓના ક્ષેત્રમાં એક તદ્દન નવો ચીલો ચીતરનાર કંપનીની વાત કરીએ.  

ભવિષ્ય માટે સંસાધનો વાપરવા માટે તેને રિઝર્વ પણ રાખવા પડશે

આજના આ સમયે આ કંપની અને એના લીડરનું ઉદારહણ આપણું એક માત્ર કારણ એક છે કે ભવિષ્યના સમયની નાડ પારખીને જે લીડર આજનું પ્લાનિંગ કરે છે એ હંમેશાં ભવિષ્ય પર પોતાની એક છાપ અંકિત કરે છે. જે કંપની અને લીડર પાસે ભવિષ્યને લગતા ઇનોવેટિવ પ્લાન હોય એને ચોક્કસપણે આગળ વધવાની તકો અને મૂડીરોકાણ મળે છે. એને માટે વર્તમાનના કોઈપણ પ્લાનિંગને છંછેડવાની જરૂર નથી પણ વર્તમાનની પ્રવૃત્તિની સાથેસાથે ભવિષ્ય માટે થોડાં સંસાધનો વાપરવા પડશે અને ભવિષ્ય માટે એને રિઝર્વ પણ રાખવા પડશે. એક નવી ટીમની રચના કરીને એકને ફ્ક્ત એક જ દિશામાં સંશોધન કરવાનું કામ આપવાનું કે ભવિષ્યને અનુરૂપ નવા કયા પ્રોજેક્ટ આપણી કંપની કરી શકે છે, એને માટે આપણા હમણાં સંસાધનો પર્યાપ્ત છે કે નહિ અને જો નથી તો કઈ દિશામાં નવું રોકાણ કરવું? જો વર્તમાનની સફ્ળતામાં ભવિષ્યનું પ્લાંનિંગ કરવામાં થાપ ખાઈ ગયા તો કદાચ ભવિષ્યમાં બજારની જરૂરિયાત પ્રમાણેની પ્રોડક્ટ કે સર્વિસ આપણી પાસે નહિ હોય અને વર્તમાન જેવો નફે નહિ કમાવી શકીએ.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો