PM Boris Johnson's party MP David Amess hatya in church in Britain
  • Home
  • Featured
  • બ્રિટેનમાં પીએમ બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચર્ચમાં હત્યા

બ્રિટેનમાં પીએમ બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચર્ચમાં હત્યા

 | 9:49 pm IST
  • Share

  • 1997થી સાંસદ હતા ડેવિડ એમેસ
  • પૂર્વ પીએમ કેમરુને ઘટનાને વખોડી કાઢી
  • લેબર પાર્ટીના નેતાઓએ પણ ડેવિડના મોત પર શોક વ્યક્ત કર્યો

 

બ્રિટેનમાં પીએમ બોરિસ જોનસનની પાર્ટીના સાંસદ સર ડેવિડ એમેસ(MP Sir David Amess) શુક્રવારે હત્યા કરવામાં આવી છે. તેમના પર એક ચર્ચમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે કહ્યું કે, એક 25 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. નોંધનિય છે કે હુમલાના થોડા સમયમાં જ પોલીસ અને એમ્બ્યૂલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે તેમને બપોરે 12.05 વાગ્યે સમાચાર મળ્યા હતા કે લી-ઓન-સીમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે.

સાંસદનું સારવાર દરમિયાન મોત

પોલીસે વધુમાં જણાવ્યું કે અમને આ મામલે વધુ કોઈની તપાસની જરૂર નથી અને લોકો ગભરાવાની જરૂર નથી. આ વચ્ચે એક એક ચેનલે કહ્યું કે, કંઝર્વેટિવ સાંસદ ડેવિડ એમેસ પર એવા સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ લી-ઓન-સી શહેરમાં સ્થિતિ બેલફેયર્સ મેથડિસ્ટ ચર્ચમાં પોતાના સહયોગીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જોકે હુમલા બાદ તેમની સ્થિતિ અંગે કોઈ વધારે માહિતી સામે આવી નથી. જો કે હવે મીડિયા રિપોર્ટ અનુસાર તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.

સારવાર માટે એર એમ્બ્યૂલન્સ મોકલવામાં આવી

સાઉથેંડ વેસ્ટના સાંસદ એમેસ 69 વર્ષના છે. આ ઘટનાની જાણ થતા જ એર એમ્બ્યૂલન્સ મોકલવામાં આવી હતી. આ ઘટના સમયે સાઉથેંડ કોર્પોરેટર જોન લેહ પણ ત્યા હાજર હતા. તેમણે કહ્યું કે, ડેવિડ એક પરિવાર વાળા વ્યક્તિ છે.તેમની 4 દીકરોઓ અને એક પુત્ર છે. તે હંમેશા લોકોની મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમને પહેલા હોસ્પિટલ ખાતે નહોતા ખસેડવામાં આવ્યા કારણે કે તેમની ઘટનાસ્થળે હાજર એમ્બ્યૂલન્સમાં જ સારવાર કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો