PM Kisan FPO Yojana 2020, Modi Government give farmers 15-15 lakhs Rupees
  • Home
  • Featured
  • મોદી સરકાર દેશના ખેડૂતોને આપશે રૂપિયા 15-15 લાખ, આ રીતે મેળવો લાભ

મોદી સરકાર દેશના ખેડૂતોને આપશે રૂપિયા 15-15 લાખ, આ રીતે મેળવો લાભ

 | 4:56 pm IST

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં 3 એગ્રીકલ્ચર સુધારા બિલ પસાર કરાવી દેવામાં આવતા પંજાબ અને હરિયાણામાં ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. તો બીજી બાજુ કોરોના મહામારીના કારણે પણ ખેડૂતોને ફટકો પડ્યો છે. માટે દેશના ખેડુતોને આર્થિક રાહત આપવા કેન્દ્ર સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે.

આ યોજના અંતર્ગત FPO ખેડૂત ઉત્પાદક સંગઠનને રૂ .15 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશના ખેડુતોને અનેક લાભ આપવામાં આવશે. આ યોજનામાં ખેડૂતોને ખેતીમાં વ્યવસાયની જેમ લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 11 ખેડુતોએ પોતાની કૃષિ કંપની અથવા સંસ્થા બનાવવાની રહેશે.

FPO એટલે શું?

FPO એટલે ખેડુતોનું એક ગ્રુપ જે કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ છે અને ખેત પેદાશો પેદા કરનારાઓના લાભ માટે કામ કરે છે. ઓછામાં ઓછા 11 ખેડૂતોએ સાથે મળીને પોતાની કૃષિ કંપની સ્થાપિત કરવી ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકાર આ સંસ્થાઓને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. ખેડુતોને કોઈપણ વ્યવસાયની જેમ ખેતીમાં ફાયદો થાય તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે.

જાણો PM કિસાન FPO યોજનાની સંપૂર્ણ માહિતી

આ કેન્દ્ર સરકારની યોજના છે. જેનો મતલબ છે કે દેશના કોઈપણ રાજ્યના ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડુતોએ પોતાની સંસ્થા બનાવવી પડશે. જો આ 11 ખેડૂત સંગઠન મેદાન વિસ્તારમાં કામ કરે તો તેઓએ ઓછામાં ઓછા 300 ખેડૂતોને તેમની સાથે જોડવા પડશે. જ્યારે ડુંગરાળ પ્રદેશની સંસ્થાએ તેમની સાથે 100 ખેડૂતોને જોડવા પડશે. આ સંસ્થા સાથે સંકળાયેલા ખેડુતો માટે ખાતર, બીજ, દવાઓ અને કૃષિ ઉપકરણો ખરીદવાનું ખૂબ જ સરળ રહેશે.

કેન્દ્ર સરકાર ખર્ચશે 6,865 કરોડ

આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દરેક FPO એટલે કે ખેડૂત સંગઠનને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. આ રકમ 3 વર્ષમાં આપવામાં આવશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખેડુતોને મધ્યસ્થીથી મુક્ત કરવામાં આવશે.

આ યોજનામાં કેવી રીતે કરી શકાય અપ્લાય?

આ યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોએ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે સરકારે હજી નોંધણી પ્રક્રિયા શરૂ કરી નથી. આ યોજના (Application Process) ની અરજી પ્રક્રિયા શરૂ થતાં જ કેન્દ્ર સરકાર એક સૂચના દ્વારા ખેડૂતોને જાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન