pm-mandhan-yojana benefits OF pm-kisan-samman-nidhi-FARMER
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખુશખબર! હવે ખેડૂતો વાર્ષિક 6 હજારને બદલે લઈ શકે છે 36 હજારનો ફાયદો

ખુશખબર! હવે ખેડૂતો વાર્ષિક 6 હજારને બદલે લઈ શકે છે 36 હજારનો ફાયદો

 | 4:27 pm IST
  • Share

પીએમ કિસાન સન્માન નિધિ (Pm kisan samman nidhi)નો લાભ લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમે પણ સરકાર પાસેથી મળતા રૂપિયા 2000નો લાભ લોશો તો હવે તમને વાર્ષિક 6000ને બદલે 36000 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર(Central Government) ટૂંક સમયમાં પીએમ કિસાનનો આઠમો હપ્તો રજૂ કરશે. દેશના 11 કરોડથી વધુ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે તમને જણાવીએ કે તમે 36000 રૂપિયાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

આપને જણાવી દઈએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને કિસાન માનધન યોજનાની મોટી સુવિધા આપે છે. આ સુવિધા માટે તમારે તમારા ખિસ્સામાંથી એક રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં, કે તમારે કોઈ દસ્તાવેજ જમા કરાવવો પડશે નહીં. આ યોજનામાં તમને દર મહિને 3000 રૂપિયા મળે છે.

કેસીસીનો પણ ફાયદો મળી શકે છે

મોદી સરકારની આ યોજનાનો લાભ તે બધા ખેડુતોને મળી શકે છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પણ આપી રહી છે.

એક પણ દસ્તાવેજ સબમિટ કરવો પડશે નહીં

આ પેન્શન યોજના દેશના નાના અને સીમાંત ખેડુતો માટે કેન્દ્ર સરકાર ચલાવે છે. આમાં, 60 વર્ષની વય પછી, તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાનો દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર નથી.

વાર્ષિક 36000 રૂપિયા કેવી રીતે મળે છે

જો તમે પીએમ માનધનનો લાભ લેવા માંગતા હો, તો તમને યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધો ફાળો આપવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. એટલે કે, તમારું પ્રીમિયમ તમારા 6000 રૂપિયામાંથી કાપવામાં આવશે અને તમારા ખિસ્સામાંથી કોઈ વધારાના પૈસા આપવા પડશે નહીં. આ સાથે, તમારી બાકીની રકમ એકાઉન્ટમાં જમા થઈ જશે. આ રીતે, ખેડૂતને વાર્ષિક 36000 પણ મળશે અને 3 હપ્તા પણ અલગથી મળશે. તમને જણાવી દઇએ કે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ન હોય તો પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે

  • 18થી 40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત કિસાન માનધન યોજનાનો લાભ મેળવી શકે છે.
  • આ માટે, તમારી પાસે મહત્તમ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોવી જોઈએ.
  • ખેડૂતની ઉંમરને આધારે તમારે ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ માટે 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક ફાળો આપવો પડશે.
  • જો તમે 18 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો માસિક ફાળો દર મહિને 55 રૂપિયા હશે.
  • જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો તમારે 110 રૂપિયા જમા કરાવવા પડશે.
  • જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

આ વીડિયો પણ જૂઓ: ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં લાઈન જ લાઈન દેખાય છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો