PM Modi ConstituencyVaranasi In Gujarat Banas Dairy New Plant Land Allotted
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીના મત વિસ્તાર વારાણસીમાં ગુજરાતની બનાસ ડેરીનો નવો પ્લાન્ટ સ્થપાશે, 51 વીઘા જમીન ફાળવાઈ

PM મોદીના મત વિસ્તાર વારાણસીમાં ગુજરાતની બનાસ ડેરીનો નવો પ્લાન્ટ સ્થપાશે, 51 વીઘા જમીન ફાળવાઈ

 | 12:09 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસી ખાતે રાજ્યની બનાસ ડેરીના નવા પ્લાન્ટ માટે 51 વીઘા જમીન ફાળવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં રૂપિયા 500 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ તૈયાર થવા જઈ રહ્યો છે, જેમાં પ્રતિદિન 5 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા હશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ ડેરીની ટીમ જે જગ્યા પર પ્લાન્ટ સ્થાપવાનો છે તે સ્થળની મુલાકાત માટે પહોંચ્યા હતા.

શંકર ચૌધરીના જણાવ્યા અનુસાર, આ જમીન પર પાંચ લાખ લીટર દૂધના પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરાશે. જેનો ફાયદો ફક્ત ઉત્તર પ્રદેશ પૂરતો જ નહિ હોય પરંતુ બનાસકાંઠાના પશુપાલકોને પણ તેનો સીધો ફાયદો થશે. રાજ્ય કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ દ્વારા જમીન ફાળવામાં આવતા બનાસ ડેરીના ચેરમેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસ ડેરી ગુજરાતની બહાર પણ પોતાની છાપ છોડવા સજ્જ છે. હાલ બનાસ ડેરીના ઉત્તરપ્રદેશમાં બે પ્લાન્ટ કાર્યરત છે, જેમાં એક લખનઉમાં, બીજો કાનપુરમાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખનૌ, વારાણસી, અયોધ્યા, મેરઠ, બરેલી, મુરાદાબાદ, ગોરખપુર અને ફિરોઝાબાદ સહિત આઠ સ્થળોએ ગ્રીન ડેરીઓની સ્થાપના કરવામાં આવશે.

આ ઉપરાંત ઝાંસી, નોઈડા, પ્રયાગરાજ અને અલીગઢની જૂની ડેરીઓ પણ અપગ્રેડ કરવામાં આવી રહી હોવાનું નિવેદન. સીએમ યોગીએ ગુરુવારે આ જાહેરાત ગુજરાતની બનાસ ડેરી રાજ્યમાં આવેલા દૂધ ઉત્પાદકોને તેમના નિવાસ સ્થાને બોનસ વિતરણ દરમિયાન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન