PM Modi himself pulled up a chair and seated former PM Deve Gowda
  • Home
  • India
  • PM મોદીએ જાતે ખુરશી ખેંચીને પૂર્વ વડા પ્રધાન દેવગૌડાને બેસાડ્યા

PM મોદીએ જાતે ખુરશી ખેંચીને પૂર્વ વડા પ્રધાન દેવગૌડાને બેસાડ્યા

 | 11:38 pm IST
  • Share

  • પીએમ મોદીએ ખેડૂતોને સાંકેતિક સંદેશો આપી દીધો
  • વડા પ્રધાન ખેડૂતોને જીતવા પ્રયાસ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તસવીરો દ્વારા સંકેત આપીને આખા દેશને ચોક્કસ સંદેશો આપવા પંકાયેલા છે. માથે પાંચ રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ખેડૂત આંદોલન અવરોધ ન કરે એ માટે વડાપ્રધાને ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરી દીધા.

છતાં એક વર્ષથી દિલ્હીને અડીને આવેલી સરહદો પર અડ્ડો જમાવીને બેઠેલા ખેડૂતો ખસવા રાજી નહોતા. એવામાં આજીવન ખેડૂતોના હિતેચ્છુ ગણાતા નેતા દેવગૌડા સાથે મુલાકાત કરી અને તેમાં પોતે ખુરશી લઈને દેવગૌડાને બેસાડતા હોય એવી તસવીરો વાઇરલ કરીને વડા પ્રધાને ખેડૂતોને ચોક્કસ સંદેશો આપી દીધો છે.

દેવગૌડાએ કૃષિ કાયદા પાછા ખેંચાયા તો કહ્યું હતું, નરેન્દ્ર મોદીના નિર્ણયનું સ્વાગત કરું છું, આ કાયદાઓ વિરુદ્ધ લોકશાહી ઢબે વિરોધ કરનાર ખેડૂતોને મારા પ્રણામ! અગાઉ 8 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં નરેન્દ્ર મોદીએ દેવગૌડાના વખાણ કરતાં કહ્યું હતું, તેમણે મહત્ત્વના સૂચન કર્યા છે. તેઓ આજીવન ખેડૂતો હમદર્દ રહ્યા છે, હું તેમને હૃદયથી પ્રણામ કરું છું. વડા પ્રધાન ખેડૂતોને જીતવા પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો