પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે PM પહોંચ્યા વોર રૂમ, બે કલાક સુધી ચાલી હાઈ પ્રોફાઈલ મિટિંગ - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે PM પહોંચ્યા વોર રૂમ, બે કલાક સુધી ચાલી હાઈ પ્રોફાઈલ મિટિંગ

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે PM પહોંચ્યા વોર રૂમ, બે કલાક સુધી ચાલી હાઈ પ્રોફાઈલ મિટિંગ

 | 9:03 am IST

ઉરી આતંકી હુમલાના જવાબ પર રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોર રૂમ પહોંચ્યાં. અહીં મેપ અને રેતના પુતળા સાથે પીએમ મોદીને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ સેનાના વોરરૂમમાં હતાં. મોડી રાત સુધી હાઈપ્રોફાઈલ બેઠક ચાલી હતી.

સાઉથ બ્લોકમાં છે વોર રૂમ

પીએમ મોદી 20 સપ્ટેમ્બરની મોડી રાત સુધી સાઉથ બ્લોકમાં હતા. અહીં જ વડાપ્રધાન કાર્યાલય છે અને તેની બાજુમાં જ રક્ષા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની આ ઈમારતમાં સુપર સીક્રેટ એટલે કે વોર રૂમ છે. અહીંથી સેના સંલગ્ન જોડાયેલી હલચલ પર નજર રાખવામાં આવે છે. યુદ્ધના હાલતમાં આ વોર રૂમ એટલે કે મિલેટ્રી ઓપરેશન નિર્દેશાલય યુદ્ધનો કંટ્રોલ રૂમ પણ હોય છે.

સેનાએ આપી યુદ્ધની રૂપરેખા 

પીએમ મોદી સાથે આ વોર રૂમમાં લગભગ બે કલાક સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખ, આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ, વાયુ સેના પ્રમુખ અરુપ રાહા અને નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા વોર રૂમમાં હાજર હતા. દેશના સૌથી તાકાતવર કંટ્રોલ રૂમમાં સૌથી તાકાતવર વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એક મોટા ટેબલ પર કાયદેસર રીતે પાકિસ્તાન ના મહત્વના તમામ ઠેકાણાના નક્શા રાખવામાં આવ્યાં. નક્શા પર દુશ્મનના ઠેકાણાના લોકેશન બતાવ્યા બાદ સેન્ડ મોડલ દ્વારા દુશ્મનના અદ્દલ ઠેકાણા રાખવામાં આવ્યાં. ત્રણે સેનાના પ્રમુખોએ વારાફરતી પીએમને આ ઓપરેશનની સૂરતમાં સેના કયા ઠેકાણાઓ પર કાર્યવાહી કરશે તેની રૂપરેખા દર્શાવવામાં આવી.

સેનાઓ પાસે યુદ્ધના હાલાત પર પ્લાન માંગવામાં આવ્યાં

જળ, થલ અને વાયુ સેનાના સમન્વય અને તેમની સમગ્ર તાકાતની જાણકારી વડાપ્રધાન સામે રજુ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન સામે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું. મોદીનો વોર રૂમનો આ ચોથો ફેરો હતો. આ અગાઉ તેઓ બેવાર વોર રૂમમાં સેના અને સુરક્ષા સંલગ્ન મહત્વની જાણકારીઓ લઈ ચૂક્યા છે. પરંતુ તે સમયે પરિસ્થિતિ અલગ હતી. ઉરી આતંકી હુમલા બાદ પરિસ્થિતિ અલગ છે. જોતા લાગે છે કે આ વખતે પાકિસ્તાનને જવાબ ચોક્કસ મળશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ત્રણેય સેનાઓ પાસે યુદ્ધના હાલાત પર પ્લાન માંગવામાં આવ્યો છે અને ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન