PM Modi in America: PM Modi reaches US, to meet Kamala Harris
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદી-કમલા હેરિસની મુલાકાત હશે ખાસ, વોશિંગ્ટનમાં દેખાશે ભારતીય કનેકશન

PM મોદી-કમલા હેરિસની મુલાકાત હશે ખાસ, વોશિંગ્ટનમાં દેખાશે ભારતીય કનેકશન

 | 3:20 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચી ચૂકયા છે અને ભારતીય સમયઅનુસાર ગુરૂવાર મોડી રાત્રે તેમની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત થવાની છે. આ મુલાકાત ખૂબ જ ખાસ મનાય છે કારણ કે એવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઇ ભારતીય મૂળના અમેરિકન વાઇસ-પ્રેસિડન્ટ એક ભારતીય પ્રધાનમંત્રીનું અમેરિકાની ધરતી પર સ્વાગત કરી રહ્યા છે. અમેરિકન મીડિયા પણ આ મુલાકાતને લઇ ખાસ દ્રષ્ટિકોણથી જોઇ રહ્યા છે. The Los Angeles Times અખબારે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે આ એક ઐતિહાસિક પળ છે. 56 વર્ષના કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા ઉપ-રાષ્ટ્રપતિ છે, તેઓ ભારતીય મૂળના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકાના પ્રવાસની શરૂઆત સીઇઓની સાથે મુલાકાતથી કરવા જઇ રહ્યા છે અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળતા પહેલાં કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. આ મીટિંગ પર એક અમેરિકન અખબારનું કહેવું છે કે નરેન્દ્ર મોદી-કમલા હેરિસની મુલાકાત અમેરિકામાં રહેતા ભારતીયઓની તેમની તાકાતનો અહેસાસ કરાવશે.

ફોન પર થઇ ચૂકી છે બંનેની વાતચીત

કમલા હેરિસે આની પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ત્રણ જૂનના રોજ ફોન પર વાત કરી હતી, પરંતુ સામસામે આ પહેલી મીટિંગ છે. વ્હાઇટ હાઉસના મત કમલા હેરિસ-પીએમ મોદીની મુલાકાતનું ફોકસ ભારત-અમેરિકાની દોસ્તીને મજબૂત કરવાની છે. તેમાં કલાઇમેટ ચેન્જ, હેલ્થ, માનવાધિકાર, લોકતંત્ર સહિત અન્ય મુદ્દા પર વાત થશે.

આપને જણાવી દઇએ કે કમલા હેરિસ એક અશ્વેત પિતા-ભારતીય માતાનું સંતાન છે. તેમની માતાનો ભારતના તામિલનાડુના ચેન્નાઇ સાથે સંબંધ રહ્યો છે. જ્યારે કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા ત્યારે અહીં ભારતમાં જશ્ન મનાવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો