PM Modi on Virtual Summit With UK PM Boris Johnson
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીએ બ્રિટન સાથે કર્યા ઢલગાબંધ કરાર, ફાટશે નોકરીઓનો રાફડો

PM મોદીએ બ્રિટન સાથે કર્યા ઢલગાબંધ કરાર, ફાટશે નોકરીઓનો રાફડો

 | 10:18 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે વર્ચુઅલ બેઠક યોજી હતી. નોંધનીય છે કે બોરિન જોનસને સમિત પહેલાં જ ભારત સાથે એક અબજ પાઉન્ડ(લગભગ રૂ. 10,000 કરોડ)ના વ્યાપાર સોદા કરવાની જાહેરાત કરી હતી. બન્ને નેતાઓએ ભારત-બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોને ગાઢ કરવા ઉપરાંત કોરોના સંક્રમણ અંગેની પણ ચર્ચા કરી હતી. અને ભારત-બ્રિટનના સંબંધો ગાઢ બનાવવા 10 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો હતો.

બન્ને નેતાઓએ સ્વીકાર કર્યો હતો કે વિશ્વ સામે કોરોના એક મોટો પડકાર છે અને તેની સામેની લડાઇમાં બન્ને દેશ સાથે છે. વડાપ્રધાને તાજેતરની બ્રિટનની સહાય અંગે આભાર વ્યક્ત કર્યો હતો. સામે જોનસને પણ પાછલા વર્ષે ભારતે કરેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમિત દરમિયાન રોડમેપ 2030 લોંચ કરવામાં આવ્યો હતો જે આગામી 10 વર્ષમાં બન્ને દેશ વચ્ચેના સહયોગને વધારે ગાઢ કરવા મદદ કરશે. ભારત વિશ્વનું એક મોટું બજાર છે જેની સાથે ટ્રેડ ડીલ કરવા બ્રિટન વાટાઘાટો કરી રહ્યું છે.

ભારત બ્રિટનમાં 53.3 કરોડ પાઉન્ડના નવા રોકાણ કરશે

નોંધનીય છે કે એક અબજ ડોલરના રોકાણની જાહેરાતમાં સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બ્રિટનમાં તેના વેક્સિન બિઝનેસ માટે 2૪ કરોડ પાઉન્ડના રોકાણનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેડ પેકેજમાં બ્રિટનમાં ભારતના 53.3 કરોડ પાઉન્ડના નવા રોકાણનો સમાવેશ થાય છે કે જેના કારણે બ્રિટનમાં હેલ્થ અને ટેકનોલોજી જેવા સેક્ટરમાં નવી 6000 રોજગારી ઊભી થશે તેમ બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું.

દાયકામાં વ્યાપાર બમણો થશે : જોનસન

બોરિસ જોનસને જણાવ્યું હતું કે બ્રિટન અને ભારતના સંબંધોના દરેક પાસાની માફક આર્થિક સંબંધ આપણા લોકોને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી દાયકામાં મુક્ત વ્યાપાર કરાર મારફત અમે ભારત સાથેના અમારા વ્યાપાર સંબંધોને બે ગણા કરીશું અને બન્ને દેશ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જઇશું. બીજી તરફ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ હિલ્સે જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર અને રોકાણના કારણે બન્ને દેશમાં રોજગારની નવી તક ઊભી થશે. હજારો નોકરીઓ પેદા થવાના કારણે બન્ને દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે.

હાલમાં બન્ને દેશ વચ્ચે 23 અબજ પાઉન્ડનો વ્યાપાર

સત્તાવાર આંકડા પ્રમાણે જોઈએ તો ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં પણ સારા વ્યાપાર સંબંધો છે અને વર્ષ દરમિયાન 23 અબજ પાઉન્ડનો એટલે કે આશરે 2.35 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે. આ વ્યાપારના કારણે બન્ને દેશના પાંચ લાખ લોકોને રોજગારી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન