PM મોદીએ સાંસદોને કરી ટકોર, ફોન પર વાતો ઓછીને કામ સમયસર પૂરું કરો - Sandesh
  • Home
  • India
  • PM મોદીએ સાંસદોને કરી ટકોર, ફોન પર વાતો ઓછીને કામ સમયસર પૂરું કરો

PM મોદીએ સાંસદોને કરી ટકોર, ફોન પર વાતો ઓછીને કામ સમયસર પૂરું કરો

 | 12:11 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં પોતાના સાંસદોનો ક્લાસ લીધો હતો. વડાપ્રધાને બેઠકમાં સાંસદોને ફોન પર ઓછી વાત કરવાનું કહ્યું. વડાપ્રધાને સાંસદોને કહ્યું કે તમે બધા બહુ કામ કરો છો. પરંતુ એક વખત ફોન પર દિવસ દરમ્યાન જેટલી વાતો કરો છો તેનો ડેટા કાઢી જોજો. ત્યારબાદ દિવસ દરમ્યાન ફોન પર વાત કરવામાં 25 ટકાનો ઘટાડો કરી દેજો. ત્યારબાદ તમે તમારું કામ સમયસર પૂરું કરી શકશો. આથી તમારી ઉર્જા પર બચશે અને તમે વધુમાં વધુ લોકોને મળી શકશો.

ત્યારબાદ પીએમ મોદીએ મીટિંગમાં પોતાના સાંસદોને કહ્યું કે તમને સાંસદ બને અને સરકાર બન્યાના બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે. સરકારે બે વર્ષના કામનો રિપોર્ટ પ્રજા સમક્ષ મૂકયો છે. પરંતુ તમારામાંથી મોટાભાગના લોકોએ હજુ સુધી પોતાના ક્ષેત્રમાં કરાયેલ કામની, સરકારની યોજનાઓથી તમારા ક્ષેત્રની પ્રજાને કેટલો લાભ મળ્યો છે, તેનો રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. આ ચિંતાનો વિષય છે. આથી ઝડપથી તમારા રિપોર્ટ ઑનલાઈન જમા કરાવો.

આ વર્ષે બજેટ સત્ર દરમ્યાન પણ પીએમ મોદીએ ભાજપા સંસદીય દળની બેઠકમાં કહ્યું હતું કે એ વાતનું તમામે ધ્યાન રાખવું જોઇએ કે માત્ર સરકાર અને મારા સાંસદના રૂપમાં જ બે વર્ષ પૂરા નથી થઇ રહ્યાં. પરંતુ તમારા પણ બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. હવે સમય આવી ગયો છે કે કાર્યક્રમો દ્વારા આપણે પ્રજાની વચ્ચે જઈને સરકારની યોજનાઓ અને સરકારની ઉપલ્બધિઓ અંગે જઇને કહીએ. સાથો સાથ તમારા બે વર્ષના કામનો રિપોર્ટ તૈયાર કરો અને પાર્ટી ફોરમ પર જમા કરાવો. છેલ્લાં ત્રણ મહિનામાં આ બીજી તક છે જ્યારે પીએમએ સાંસદોનો કલાસ લીધો હોય.

સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે તમે લોકો ફોન પર વાત કરતાં સમયે એ વાતનું ધ્યાન રાખજો કે કોઇ તમારો ફોન રેકોર્ડ તો નથી કરી રહ્યું ને. 2005ની સાલમાં કેટલાંક સાંસદોનું સ્ટિંગ ઓપરેશન થયું હતું, ત્યારબાદ સાંસદોને સભ્યતા રદ થઇ હતી. કેટલાંક લોકો તમને લાલચ આપીને ફસાવાની કોશિષ કરી શકે છે, પરંતુ તમે તેનો ભોગ બનતા ફસાતા નહીં.

કોઇ કંઇપણ કહે પરંતુ પીએમ મોદી પોતે પણ કામ કરવા માંગે છે અને પોતાની પાર્ટીના સાંસદો પાસે પણ કામ કરાવા માંગે છે. પરંતુ ભાજપાના સાંસદ પીએમ મોદીની વાત પણ સાંભળવા તૈયાર નથી. મોદીને ઓળખનારા લોકો કહે છે કે જ્યારે ટિકિટ કાપવા આવે છે ત્યારે મોટા મોટા નેતાઓની ટિકિટ કાપવામાં જરાય વાર લાગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન