PM Modi to chair Cabinet meet to review COVID-19 situation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના મહામારી: શું દેશમાં ફરી આવશે લોકડાઉન? PM મોદીએ ગૃહમંત્રાલયને કર્યો ખાસ આદેશ

કોરોના મહામારી: શું દેશમાં ફરી આવશે લોકડાઉન? PM મોદીએ ગૃહમંત્રાલયને કર્યો ખાસ આદેશ

 | 1:24 pm IST
  • Share

કોરોના મહામારી વચ્ચે મોદી કેબિનેટની બેઠક યોજાઇ તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આંશિક લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ ગૃહ મંત્રાલયને ક્યાં શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરવું જરૂરી છે તેનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઈનમાં પણ સુધારો કરવા મોદીએ સૂચન કર્યું છે. તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરાશે.

દેશમાં આંશિક લોકડાઉન

ગૃહ મંત્રાલય સોમવાર સુધીમાં આ રિપોર્ટ આપી દેશે ત્યારબાદ ગૃહ મંત્રાલયના માધ્યમથી જ આ જિલ્લા અને શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ રાજ્યોને મોકલી અપાશે. રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી થવાની છે. મોદીએ કેબિનેટની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતા અને ખાસ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ અત્યારથી માનસિક રીતે તૈયાર રહે અને હોમ વર્ક કરવા માંડે.

છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,91,64,969 પર પહોંચ્યો છે. જ્યારે 1,56,84,406 લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં 3523 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,11,853 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 32,68,710 લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 15,49,89,635 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

અનેક રાજ્યોમાં આકરા પ્રતિબંધો લદાયા

કેન્દ્ર દ્વારા જારી ગાઈડલાઈન પહેલાથી અનેક રાજ્યોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. જે લોકડાઉન જેવા છે. જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં લોકોની સુરક્ષા માટે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે.

મહારાષ્ટ્રમાં 15 મે સુધી મિની લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા મિની લોકડાઉનનો સમય વધારી દીધો છે. ગુરુવારે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. તેમણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે લોકડાઉન જેવા પ્રતિબંધો 15 મે સુધી વધારી દેવામાં આવી છે. જેથી રાજ્યોમાં કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન