PM Modi will address the nation on at 5 p.m. on 7th june 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેશના નામે આજે સાંજે 5 વાગ્યે સંબોધન કરશે PM મોદી, PMOએ ટ્વીટ કરીને આપી જાણકારી

દેશના નામે આજે સાંજે 5 વાગ્યે સંબોધન કરશે PM મોદી, PMOએ ટ્વીટ કરીને આપી જાણકારી

 | 1:26 pm IST
  • Share

પીએમ મોદી આજે સાંજે 5 વાગ્યે દેશના નામે સંબોધન કરશે. પીએમઓએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. દેશમાં કોરોનાની બીજી લહેર કહેર વેર્યા બાદ હવે ઓછી થઈ રહી છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને મોટાભાગના રાજ્યોએ પ્રતિબંધો હળવા કર્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે પીએમ મોદી લોકોને સાવધાની રાખવાની અપીલ કરી શકે છે. સાથે જ વેક્સિનેશનને લઇને પણ વાત કરી શકે છે.

કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે ભયંકર કહેર વરસાવ્યો હતો. એક દિવસમાં 4 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. જો કે હવે સ્થિતિ કાબૂમાં આવી રહી છે. હવે નવા કેસોની સંખ્યા એક લાખ સુધી પહોંચી છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 15 લાખથી નીચે આવી ગઈ છે. કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ અનેક રાજ્યોએ અનલોકિંગ શરૂ કર્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ પોતાના ત્યાં નિયમોમાં ઢીલ મુકી છે. જો કે અનેક રાજ્યોએ લોકડાઉન વધાર્યું પણ છે.

કોરોનાકાળમાં સમય-સમય પર પીએમ મોદી દેશને સંબોધિત કરતા આવ્યા છે

કોરોના સંકટકાળમાં પીએમ મોદી સતત અલગ-અલગ સમય પર રાષ્ટ્રને સંબોધિત કરતા આવ્યા છે, પછી ભલે શરૂઆતમાં લોકડાઉનની જાહેરાત હોય, વચ્ચે કોરોના વોરિયર્સને સલામ કરવાની વાત કહી હતી, આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત હોય અથવા પછી વેક્સિનેશનની શરૂઆત હોય. પીએમ મોદી તરફથી સમય-સમય પર દેશને સંબોધિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પીએમ મોદીએ અનેક સેક્ટર્સ સાથે બેઠક કરી હતી અને આવનારા સમયમાં શું નીતિ હોવી જોઇએ તેના પર મંથન કર્યું. આ દરમિયાન વેક્સિનેશનને લઇને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેના પર પણ પીએમ મોદી તરફથી બોલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ પર સુપ્રીમ કોર્ટથી લઇને રાજ્ય સરકારો અને વિપક્ષે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો