PM Narendra Modi Address The Nation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM નરેન્દ્ર મોદીની બે મોટી જાહેરાતઃ 18થી ઉપરના તમામને મફતમાં રસી, રાજ્યોને વિનામૂલ્યે અપાશે વેક્સિન

PM નરેન્દ્ર મોદીની બે મોટી જાહેરાતઃ 18થી ઉપરના તમામને મફતમાં રસી, રાજ્યોને વિનામૂલ્યે અપાશે વેક્સિન

 | 5:58 pm IST
  • Share

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અગાઉ PMO દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. જે બાદ તમામ લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું તેની પળેપળની અપડેટ નીચે વાંચોઃ

  • કોરોનાની બીજી વેવ અને ભારતવાસીઓની લડાઈ ચાલુ છે. દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ આ લડાઈ દરમિયાન બહુ પીડાથી પસાર થયું છે. આપણામાંથી અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા તમામ પરિવારોની સાથે મારી પૂરી સંવેદનાઓ છે. છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ન જોઈ હતી કે અનુભવી હતી.
  • કોરોના સામેની લડાઈમાં છેલ્લા સવા વર્ષમાં દેશમાં એક નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સેકન્ડ વેવમાં એપ્રિલ અને મેમાં મેડિકલ ઓક્સિજન ડિમાન્ડ અકલ્પનીય રીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ આટલી માત્રામાં મેડિકલ ઓક્સિજનની જરૂર ક્યારેય પણ અનુભવાઈ નથી. અને યુદ્ધ સ્તરે કામ કરીને આ જરૂરને પૂરી પાડવામાં આવી, ઓક્સિજન રેઈલ ચલાવાઈ, એરફોર્સના વિમાનો, નેવીને ચલાવવામાં આવી. લિક્વિડ મેડિકલ ઓક્સિજનને 10 ગણું વધારવામાં આવ્યું. દુનિયાના કોઈપણ ખુણેથી જે પણ ઉપલબ્ધ થઈ શકતું હતું તે લાવવામાં આવ્યું. અને જરૂરી દવાઓના પ્રોડ્કશનને વધારવામાં આવી.
  • અમે 100 ટકા ટીકારકણ તરફ વધી રહ્યા હતા ત્યારે કોરોનાએ આપણને ઘેરી લીધી. દુનિયાને ચિંતા હતી કે ભારત કોરોનાથી બચી શકશે. પણ જ્યારે નીતિ સાફ હોય અને નિરંતર પ્રયાસ થતાં હોય તો પરિણામ મળે છે. દરેક આશંકાને ફગાવીને 1 વર્ષની અંદર જ 2 મેડ ઈન ઈન્ડિયા વેક્સિન લોન્ચ કરી. દેશના વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું કે ભારત મોટા દેશોથી પાછળ નથી.
  • દેશમાં 23 કરોડથી વધારે ડોઝ આપી ચૂકવામાં આવી છે. વિશ્વાસેના સિદ્ધી અર્થ આપણા પ્રયાસમાં આપણને સફળતા ત્યારે મળે છે જ્યારે આપણને પોતાનામાં વિશ્વાસ હોય છે. આપણને આપણા વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ હતો. જ્યારે ભારતમાં વૈજ્ઞાનિકો રસી બનાવતા હતા ત્યારે જ આપણે લોજિસ્ટીક તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને કોરોનાના થોડા જ કેસો હતા ત્યારે વેક્સિન ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી હતી. રસી બનાવતી કંપનીઓને સરકારે તમામ મદદ કરી. રિસર્ચ માટે જરૂરી ફંડ સહિતના દરેક સ્તરે તેમને મદદ કરી. આત્મનિર્ભર ભારત હેઠળ, મિશન કોવિડ સુરક્ષા માધ્યમથી હજારો કરોડ રૂપિયા આપવામાં આવ્યા. દેશ સતત પ્રયાસ કરી રહ્યો છે તેનાથી આવનાર દિવસોમાં વેક્સિનની સપ્લાય હજુ વધશે. આજે દેશમાં 7 કંપનીઓ વિભિન્ન પ્રકારની વેક્સિન બનાવે છે. 3 વધુ રસીનું ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહ્યું છે. વિદેશમાંથી રસી ખરીદવાની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે. અને હાલમાં અમુક એક્સપર્ટ દ્વારા બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અને તેમાં બે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અને એક નેઝલ વેક્સિનનું કામ ચાલું છે.
  • આટલા ઓછા સમયમાં રસી બનાવવી સમગ્ર માનવતા માટે મોટી ઉપલબ્ધિ છે. અને તેની પોતાની સીમાઓ છે. વેક્સિન બન્યા બાદ પણ દુનિયાના બહુ ઓછા દેશોમાં રસીકરણનો આરંભ થયો અને સમૃદ્ધ દેશોમાં તેની શરૂઆત થઈ. whoએ ગાઈડલાઈન આપી, વૈજ્ઞાનિકોએ રૂપરેખા આપી અને ભારતે પણ WHOના માનક પર તબક્કાવાર રસીકરણ શરૂ કર્યું. કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકોમાં થયેલી સલાહ, અને સંસદની બેઠકોમાં સલાહ બાદ તે નક્કી થયું કે, જેમને કોરોનાથી વધારે ખતરો છે તેમને રસી આપવામાં આવે. તેથી ફ્રન્ટલાઈન વર્ક્સ, હેલ્થ વર્ક્સ, 60 વર્ષથી વધુ સહિતનાં લોકો માટે રસી આપવામાં આવી.
  • બીજી લહેર પહેલાં હેલ્થ વર્ક્સને રસી ન અપાતી તો શું થતું એ વિશે વિચારો. વધારેમાં વધારે હેલ્થ વર્ક્સના રસીકરણને કારણે લાખો ભારતીયોના જીવ બચાવવામાં આવ્યા. દેશમાં ઓછી થતાં કોરોનાની કેસોને કારણે અલગ અલગ સલાહો આવવા લાગી છે. બધું ભારત સરકાર જ કેમ કરી રહી છે. રાજ્ય સરકારોને કેમ છૂટ આપવામાં આવી નથી. રાજ્યોને લોકડાઉનની છૂટ કેમ નથી અપાતી. દલીલ એ હતી કે સંવિધાનમાં આરોગ્ય રાજ્યનો વિષય છે. અને સારું છે કે બધું રાજ્ય જ કરે. અને એ દિશામાં શરૂઆત કરવામાં આવી. અને ભારત સરકારે ગાઈડલાઈન બનાવી રાજ્યોને આપી. જેથી રાજ્ય સરકાર પોતાની રીતે કામ કરી શકે, માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન, સારવાર સહિતની કામગીરી કરવાની હોય. સરકારે રાજ્યોની માગોને પૂરી કરી. 16 જાન્યુ- એપ્રિલના અંત સુધીમાં મુખ્ય રીતે કેન્દ્રની દેખરેખમાં ચાલ્યો. બધાને મફત રસી પર દેશ આગળ વધી રહ્યો હતો. દેશના નાગરિક પણ રસી લગાવતા હતા. આ વચ્ચે અનેક રાજ્ય સરકારોએ કહ્યું કે વેક્સિનનું કામ રાજ્યોને સોંપી દેવામાં આવે. વેક્સિનેશન માટે કેમ ઉંમરની સીમા રાખવામાં આવી જેવાં સવાલો ઉઠવામાં આવ્યા. વૃદ્ધોને કેમ રસી આપવામાં આવે.
  • રાજ્યોની માગને જોતાં તેમના આગ્રહને જોતાં 16 જાન્યુઆરીથી જે વ્યવસ્થા ચાલતી હતી તેને પ્રયોગ તરીકે બદલાવ કરવામાં આવ્યો. અને રાજ્યોને 25 ટકા કામ રાજ્યોને સોંપવામાં આવે. 1 મેથી રાજ્યોને 25 ટકા કામ સોંપવામાં આવ્યું. તેને પૂરું કરવા માટે તેમણે પોતાની રીતે પ્રયાસો પણ કર્યાં. આટલા મોટા કામમાં કેવી રીતની મુશ્કેલીઓ આવે છે તેમને ખબર પડી. સમગ્ર દુનિયામાં વેક્સિનની શું સ્થિતિ છે તેની સચ્ચાઈથી રાજ્યો વાકેફ થયા. એકબાજુ મેમાં સેકન્ડ વેવ અને બીજી તરફ વેક્સિન માટે લોકો, અને રાજ્ય સરકારોની મજબૂરતા. બે અઠવાડિયા બાદ જ રાજ્ય સરકારો કહેવા લાગી કે પહેલાની વ્યવસ્થા જ બરાબર હતી. જે વકાલત કરતા હતા રાજ્યોને રસીકરણ સોંપવામાં આવે. હવે રાજ્યોના વિચાર બદલાયા અને દેશવાસીઓને તકલીફ ન થાય અને 1 મેથી પહેલાવાળી જૂની વ્યવસ્થાને ફરીથી લાગુ કરવામાં આવી.
  • આજે નિર્ણય લેવાયો છે કે રાજ્યોની પાસે 25 ટકાની જે જવાબદારી હતી તે કેન્દ્ર સરકાર ઉઠાવશે અને બે અઠવાડિયામાં આ વ્યવસ્થા લાગુ કરશે. અને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે મળીને વ્યવસ્થા ગોઠવાશે. 2 વીક બાદ 21 જૂને વિશ્વ યોગ દિવસ છે. અને 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે.
  • 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર જ ખર્ચ ઉઠાવશે. અને રાજ્ય સરકારને મફતમાં વેક્સિન અપાશે. અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં રસી મળશે.25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલને આપવામાં આવશે અને આ વ્યવસ્થા ચાલુ રહેશે. વેક્સિનની નક્કી કરેલ કિંમત કરતાં એક ડોઝ પર 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. અને તેની દેખરેખ રાજ્ય સરકાર જ કરશે.
  • રાજ્યોને અગાઉથી જ જણાવી દેવામાં આવશે કે તેમને કેટલા ડોઝ આપવામાં આવશે.
  • આજે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે અન્ન યોજના હેઠળ 8 મહિના સુધી 80 કરોડથી વધારે લોકો માટે મફત રાશનની વ્યવસ્થા કરી હતી. આ વર્ષે પણ બીજી લહેરના કારણે મે અને જૂન માટે પણ આ વ્યવસ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજે અન્ન યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે.એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં અનાજ ઉપલબ્ધ કરાશે.  મારા ગરીબ ભાઈ બહેનોને ભૂખ્યા સુવુ ન પડે તે જ ઉદ્દેશ્ય છે.
  • રસીને લઈને ભ્રમ અને અફવાની જાણકારી ચિંતા વધારે છે. જ્યારથી ભારતમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે અમુક લોકો દ્વારા એવી વાતો ફેલાવવામાં આવી કે જેનાથી લોકોમાં ડરનો માહોલ બન્યો. અને ભારતની રસી આવી ત્યારે શંકાઓ વધવા લાગી. અનેક પ્રકારના તર્ક આપવામાં આવે. તેમને પણ દેશ જોઈ રહ્યો છે. જે લોકો રસીને લઈને આશંકા ઉભી કરી રહ્યા છે અફવાઓ ફેલાવે છે તે લોકોના જીવનની સાથે ખિલવાડ કરી રહ્યા છે. આવી અફવાઓથી સતર્ક રહો. હું તમામને, પ્રબુદ્ધ લોકોને યુવાઓને અનુરોધ કરું છું કે વેક્સિનને લઈ જાગરૂકતા વધારવા સહયોગ કરે.
  • હાલ અનેક જગ્યાઓએ લોકડાઉનમાં ઢીલ અપાઈ છે. પણ કોરોના ગયો નથી. તેથી કોરોનાના નિયમોનું પાલન કરે. ભારત કોરોના સામે જીતશે.

કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે ભયંકર કહેર વરસાવ્યો હતો. એક દિવસમાં 4 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. જો કે હવે સ્થિતિ કાબૂમાં આવી રહી છે. હવે નવા કેસોની સંખ્યા એક લાખ સુધી પહોંચી છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 15 લાખથી નીચે આવી ગઈ છે. કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ અનેક રાજ્યોએ અનલોકિંગ શરૂ કર્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ પોતાના ત્યાં નિયમોમાં ઢીલ મુકી છે. જો કે અનેક રાજ્યોએ લોકડાઉન વધાર્યું પણ છે.

કોરોનાકાળમાં સમય-સમય પર પીએમ મોદી દેશને સંબોધિત કરતા આવ્યા છે

કોરોના સંકટકાળમાં પીએમ મોદી સતત અલગ-અલગ સમય પર રાષ્ટ્રને સંબોધિત કરતા આવ્યા છે, પછી ભલે શરૂઆતમાં લોકડાઉનની જાહેરાત હોય, વચ્ચે કોરોના વોરિયર્સને સલામ કરવાની વાત કહી હતી, આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત હોય અથવા પછી વેક્સિનેશનની શરૂઆત હોય. પીએમ મોદી તરફથી સમય-સમય પર દેશને સંબોધિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પીએમ મોદીએ અનેક સેક્ટર્સ સાથે બેઠક કરી હતી અને આવનારા સમયમાં શું નીતિ હોવી જોઇએ તેના પર મંથન કર્યું. આ દરમિયાન વેક્સિનેશનને લઇને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તેના પર પણ પીએમ મોદી તરફથી બોલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ પર સુપ્રીમ કોર્ટથી લઇને રાજ્ય સરકારો અને વિપક્ષે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન