Police Alert on Thakor Community rally in mahesana
  • Home
  • Gujarat
  • મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસ: ઠાકોર સમાજ રેલી કાઢશે, પોલીસ તંત્ર સતર્ક

મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસ: ઠાકોર સમાજ રેલી કાઢશે, પોલીસ તંત્ર સતર્ક

 | 10:34 am IST
  • Share

મહેસાણા ખાતે મગપરાના યુવાન રાકેશજી ઠાકરોના કસ્ટોડિય ડેથ અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મૃતક યુવકના પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનો આરોપ છે કે, પોલીસના મારના કારણે યુવકનું મોત થયું છે. આ મામલે ઠાકોર સમાજના યુવાનો અને કાર્યકરો આજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપવાના છે. જેના પગલે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. ગઈકાલે સાંજથી જ મગપરા વિસ્તારમાં મહેસાણા જિલ્લા એલસીબી સહિતની એજન્સીઓએ અડિંગો જમાવ્યો છે.

હકીકતમાં મગપરાના રાકેશજી ઠાકોર નામના યુવકને પોલીસે દારૂના કેસમાં ધરપકડ વોરન્ટની બજવણી કરીને 3 દિવસ અગાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશથી રાકેશજીને સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતકની પત્નીનો આક્ષેપ છે કે, મારા પતિએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, મને ઢોર માર મરાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મૃતકના ફોટા જોઈને મગપરાના રહીશો પણ માની રહ્યાં છે કે, મૃતક યુવાનના શરીર પર મારના નિશાન હતા. બીજી તરફ પોલીસ પોતાના બચાવમાં જણાવી રહી છે કે, કોઈ પણ માણસના મોત બાદ આવા નિશાન કુદરતી રીતે થઈ શકે છે.

હાલ આ મામલો પોલીસ વડા સુધી પહોંચ્યો હતો અને તેના મૃતદેહનું અમદાવાદ સિવિલ ખાતે પેનલ ડૉક્ટરોથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મહેસાણા એસપીએ આ કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી આહિરને સોંપી છે, તો બીજી તરફ આ કેસમાં કલેક્ટર કચેરી દ્વારા મેજિસ્ટ્રેટીયલ તપાસ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો