Police conducted a reconstruction in the case of the disappearance of a Jain Shadhvi Shamlaji
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • શામળાજી પાસે ગાયબ થયેલા જૈન સાધ્વીએ પોલીસ સામે કર્યા ચોંકાવનારા ખુલાસા

શામળાજી પાસે ગાયબ થયેલા જૈન સાધ્વીએ પોલીસ સામે કર્યા ચોંકાવનારા ખુલાસા

 | 5:30 pm IST
  • Share

શામળાજી પાસે સુનોખમાંથી જૈન સાધ્વી લઘુશંકાએ ગયા બાદ ગુમ થઇ ગયા હતા. જોકે હવે મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 15 કલાક બાદ મળી આવેલા સાધ્વીજીનું પોલીસને નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદન આપ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે કેટલાક ઈસમોએ તેઓનો પીછો કર્યો હતો. સાધ્વીજી કીર્તિકા જીવ બચાવવા માટે નદીની પાસે છુપાઈ ગયા હતા.

જણાવી દઇએ કે, પોલીસે જૈન સાધ્વીજીના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું છે. જૈન સાધ્વી કીર્તિકાને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી. સાધ્વી કાર્તિકા અનુસાર, ગુરુવારના વહેલી સવારે 4.15 કલાકે તેઓ કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન બે અજાણ્યા ઈસમો પાછળ પડ્યા હોવાનો તેઓને આભાષ થયો હતો. માટે સ્વરક્ષણ માટે તેઓ 10 કલાક સુધી નદી કિનારે છુપાઈ રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ મહારાજને લુખ્ખા તત્વોએ લોહીલુહાણ કર્યા હતા. હિંમતનગર-શામળાજી હાઈવેથી ઉદેપુર તરફ પગપાળા જતાં મહારાજે અણસોલ પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન અસામાજિક તત્વોએ મહારાજને લોહીલુહાણ કરી નાખતાં મહારાજને રાજસ્થાન તરફ વિહાર કરવાનો હોવાથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : સોમનાથ તીર્થધામમાં પ્રાચીન સૂર્યમંદિરનો થશે ઉદય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન