police dept two gadhavi brother have 800 cr porperty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પોલીસ ખાતાંના બે ગઢવી બંધુઓ પાસે ૮૦૦ કરોડની સંપત્તિ ! IPS અધિકારીઓ મેદાનમાં

પોલીસ ખાતાંના બે ગઢવી બંધુઓ પાસે ૮૦૦ કરોડની સંપત્તિ ! IPS અધિકારીઓ મેદાનમાં

 | 11:51 am IST
  • Share

પોલીસ તંત્ર સહિત મોટાભાગના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સામાન્ય થઈ ગયો છે. વહીવટો કરીને અનેક અધિકારીઓએ કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. તાજેતરમાં જ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં કોઈએ અરજી કરી છે. જેમાં આક્ષેપ છે કે પોલીસ તંત્રમાં ફરજ બજાવતા બે ગઢવી બંધુઓ પાસે જ અધધ કહી શકાય તેટલી એટલે કે ૮૦૦ કરોડની સંપત્તિ છે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, ખોટા ધંધામાં જ આ બે પૈકીમાંથી એક ભાઈને સસ્પેન્ડ કરાયો છે. જ્યારે બીજો ભાઈ હજુ પોલીસ તંત્રમાં ફરજ બજાવી રહ્યો છે. કોઈના નામ સરનામા વગર આવેલી આ અરજીમાં આપેલી વિગતોની તપાસ કઈ રીતે કરવી તેની અધિકારીઓને મૂંઝવણ છે. આશ્ચર્ચની વાત એ છે કે આ નનામી અરજીની કોઈ તપાસ ન થાય તે માટે અમુક IPS અધિકારીઓ મેદાનમાં આવ્યા છે.

તેઓએ એસીબીના અધિકારીઓ પર પોતાની વગનો ઉપયોગ શરૂ કર્યો છે. આ અરજી દફ્તરે થઈ જાય તેવા પ્રયત્નો તેઓ કરી રહ્યાં છે. આ બારોટ બંધુ વર્ષોથી IPSના વહીવટદાર તરીકે કામ કરી રહ્યાં છે. હવે આ સંપત્તિ વાસ્તવમાં આ ગઢવી બંધુની છે કે પછી IPS અધિકારીઓની તે પ્રશ્ન પણ ખૂબ મોટા છે. એવું કહેવાય છે કે, IPSની બદલીઓ થાય ત્યારે આ ગઢવી બંધુઓની પણ સાથે જ ટ્રાન્સફર થઈ જતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન