Police Filed Complaint Against Unknown Truck Driver over Hit and Run Case in Gandhinagar
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં નજરે જોનારાને હચમચાવી નાંખે તેવી ઘટના: ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા

ગાંધીનગરમાં નજરે જોનારાને હચમચાવી નાંખે તેવી ઘટના: ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા

 | 2:43 pm IST

રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગર-વાવોલ રોડ પર એક ગમખ્વાર અને હૃદયને ધ્રુજાવી દે તેવો હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રક ચાલકે ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એટલું જ નહીં, ટક્કર માર્યા બાદ મહિલા આગળ રોડ પર પછડાઈ હતી, ત્યારબાદ ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ગાંધીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની એક ગમખ્વાર ઘટના બની છે. જેમાં એક પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે રોડ પર જઈ રહેલી એક મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. આ ઘટના નજરે જોનારા પણ ચકીત થઈ ગયા હતા. ગાંધીનગરમાં બનેલી આ અરેરાટી ભરી ઘટનામાં સાધનાબેન નામની શિક્ષક મહિલાના શરીર પર ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના બોડીના 2 ટૂકડા થઈ ગયા હતા. બીજી બાજુ ટ્રક ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને રોડ અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું. બીજી બાજુ આ ઘટનાને પગલે લોકોમાં જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો હતો. તેમની માંગ હતી કે ધોળા દિવસે બેફામ હંકારતા ડ્રાઈવરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન