Police on duty in Bharatdak curfew will now be able to wear military caps
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ: ભર તડકે ફરજ બજાવતી પોલીસ હવે કરી શકશે આ કામ, પરિપત્ર જાહેર

ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ: ભર તડકે ફરજ બજાવતી પોલીસ હવે કરી શકશે આ કામ, પરિપત્ર જાહેર

 | 10:41 am IST
  • Share

ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ ચાલી રહ્યો છે. તેના કારણે બંદોબસ્તમાં ઉભા રહેતા ગુજરાતના પોલીસના પીએસઆઈ સુધીના કર્મચારીઓ હવે બેરેટ કેપની જગ્યાએ નેવી બ્લ્યૂ કલરની ગુજરાત પોલીસના લોકો સહિતની મિલેટ્રી કેપ પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પહેરી શકશે તેમ રાજ્યના પીએન્ડએમના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે. 31 જુલાઈ સુધી પોલીસને આ છૂટ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

કોવિડ 19 સંક્રમણની બીજી લહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના બીજા બધા કામ ધંધા બંધ રાખવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ નિર્ણયનું ચુસ્તપણે પાલન થાય તે હેતુંથી ગુજરાતના 36 શહેરોમાં પોલીસ ભડતડકે પણ ઉભી રહે છે.

તે હેતુંથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં બંદોબસ્તમાં ફરજ બજાવતા એસઆરપીના જવાનો, પોલીસકર્મચારપીઓ, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનો તેમજ પીએસઆઈ સુધીના અધિકારીઓ આ કેપ પહેરી શકશે.

આ અંગે પીએન્ડએમના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરે ચારેય પોલીસ કમિશનરો તેમજ તમામ રેન્જ આઈડીપી અને ડીએસપીને પરિપત્રથી જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન