Police searched the thief's house, found 400 pairs of women's undergarments
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા

ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા

 | 7:39 pm IST
  • Share

મહિલા પર બળાત્કાર અને હુમલો કરવાનો પ્રયાસ કરનાર એક શખ્સના ઘરની જ્યારે પોલીસે તલાશી લીધી ત્યારે ચોંકી ગઈ હતી. આ માણસના ઘરમાં 400થી વધુ જોડી મહિલાઓનાં અન્ડરગર્મેન્ટ્સ મળી આવ્યા હતા. આટલું જ નહીં તેના ઘરેથી અનેક મહિલાઓના અંગત ફોટા પણ મળી આવ્યા હતા. જ્યારે આ આખી વાતની સત્યતા લોકોની સામે આવી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

તમને જણાવી દઈએ કે આ આખી ઘટના અમેરિકી રાજ્ય અલબામાની છે. અહીં પોલીસે અલબામા મહિલા પર હુમલો અને ચોરી કરવાના શંકાસ્પદ વ્યક્તિના ઘરની તલાશી લીધી હતી. આ દરમિયાન તેના મકાનમાં 400 થી વધુ જોડી મહિલાઓના અન્ડરગર્મેન્ટ્સ મળી આવ્યા હતા.

પોલીસને આરોપી જોન થોમસના ઘરેથી ઘણી મહિલાઓના અંગત ફોટા પણ મળી આવ્યા હતા. આ ફોટા તેની ઓફિસમાં કામ કરતી મહિલાઓનાં હતાં. તેમની પરવાનગી વિના ડઝનેક સાથીદારોના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. બધા ફોટા ગળા અને કમરની નીચે ક્લિક કરવામાં આવ્યા હતા.

27 વર્ષીય જ્હોન થોમસ પર બળાત્કારની કોશિશ, ત્રણ ચોરીની ઘટનાઓ અને ક્રેડિટ કાર્ડ છેતરપિંડીનો પણ આરોપ છે. તેનો લાંબી ગુનાહિત ઇતિહાસ છે. હાલ મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટની 400 જોડી ચોરી થઈ હતી કે ખરીદેલી છે કે કેમ તે શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે. તેમજ તેને રાખવાનો હેતુ શું છે.

પોલીસે કહ્યું કે, જ્હોન થોમસ પર વર્ષ 2019માં મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરવાનો આરોપ હતો. તેને 10 જુલાઇએ ત્યારે પકડવામાં આવ્યો હતો જ્યારે એક મહિલાએ પોલીસને એક પુરુષને એપાર્ટમેન્ટમાં ઘુસવાની સુચના આપી હતી.

જ્હોન અને મહિલા વચ્ચે ઝઘડો થયો હતો અને આમાં મહિલાને ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે જોન અધિકારીઓ આવે તે પહેલાં જ ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે જ્હોને મહિલા પર કથિત રીતે જાતીય હુમલો કર્યો હતો.

ધરપકડ કર્યા પછી જ્હોન થોમસને કહ્યુ કે, તે મહિલાના ગેમ કન્સોલને ચોરવા માટે ઓપાર્ટમેન્ટમાં ગયો હતો. જો કે, તેમની પર સંમતિ વિના મહિલાઓના ફોટોગ્રાફ્સ લેવાનો પણ આરોપ છે. તેના ઘરમાંથી ઘણી તસવીરો પણ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન