Police silence on suspect in Vadodara high profile case
  • Home
  • Featured
  • વડોદરા ગેંગરેપ કેસમાં યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન

વડોદરા ગેંગરેપ કેસમાં યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન

 | 10:47 am IST
  • Share

  • પીડિતા સુરતથી ગુજરાત ક્વિનમાં બેઠી હતી

  • તેમજ પીડિતાની પાછળ પાછળ દેખાતો શકમંદ કોણ?

     

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ, આપઘાતના કેસમાં પોલીસે એક વોચમેન સહિત 2ની અટકાયત કરી છે. તેમજ યુવતીના સાયકલના બંને ટાયર જપ્ત કરાયા છે. તથા SITએ ઓએસિસ સંસ્થાની સંચાલિકાનું નિવેદન નોંધ્યું છે. જેમાં 4 કલાક સુધી વીડિયો રેકોર્ડિંગ નિવેદન લેવાયું છે.

યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતના કેસમાં યુવતીનો પીછો કરનાર શકમંદ અંગે પોલીસનું મૌન છે. જેમાં શકમંદ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તથા યુવતી સુરત રેલવે સ્ટેશન પર દેખાઈ હતી. ત્યારે પીડિતા સુરતથી ગુજરાત ક્વિનમાં બેઠી હતી. તેમજ પીડિતાની પાછળ પાછળ દેખાતો શકમંદ કોણ?

શકમંદ હાલ ક્યાં છે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે

ઉલ્લેખનિય છે કે સૌપ્રથમ સંદેશ ન્યૂઝએ આ શકમંદ ના સવાલ 14મીના રોજ કર્યા હતા. તથા GRP પોલીસે આજ દિન સુધી આ મામલે કોઇ ખુલાસો આપ્યો નથી. તેમજ SIT ની ટીમે પણ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. તથા શકમંદ સામે IPC સેક્શન 354 મુજબ ફરિયાદ કેમ નોંધાઇ નથી. તે જોતા લાગે છે કે સુરત રેલવે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હજી પણ આ શકમંદ મામલે ફરિયાદ નોંધાઇ નથી. તથા કોણ છે આ ઈસમ જે પીડિતાની પાછળ પાછળ જતો નજરે આવે છે. SITની ટીમ શું આ મામલે તપાસ કરશે. તથા સુરતમાં રહેતો શકમંદ હાલ ક્યાં છે તે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

ગેંગરેપ કેસમાં રેલવે LCBને મોટી સફળતા મળી

વડોદરા યુવતી પર ગેંગરેપ કેસમાં રેલવે LCBને મોટી સફળતા મળી છે. જેમાં પીડિતાની સાયકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. હાલ પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. શહેરના પુનિતનગર નજીકના પ્રાઈવેટ ક્વાટર્સમાંથી પીડિતાની સાયકલ મળી આવી છે. સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાએ 10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં આ સાયકલ સંતાડી રાખી હતી. જ્યારે સાયકલના બન્ને ટાયરો પણ કાઢી નાંખવામાં આવ્યા છે.

ઓએસિસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ

મૂળ નવસારીની યુવતી પર વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાંથી યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ કેસના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ-તેમ અનેક ખુલાસા થઈ રહ્યાં છે. એવામાં પોલીસે હવે પહેલાથી શંકાના દાયરામાં રહેલી ઓએસિસ સંસ્થા સામે તપાસના આદેશ આપ્યાં છે. ઓએસિસ એ જ સંસ્થા છે, જેમાં યુવતી કામ કરતી હતી. ઓએસિસ સંસ્થા આ કેસમાં પહેલાથી જ શંકાના ઘેરામાં છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસિસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરવામાં આવતા પોલીસ કમિશનરે એસીપી ક્રાઈમને સમગ્ર કેસની તપાસ સોંપી છે. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ? તે અંગે તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો