રાજકીય નેતાઓની સંપત્તિમાં થતા વધારા હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે, ત્યારે રાજુ કરપડાની મિલકતમાં થયેલો તોતિંગ ઉછાળો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વર્ષ 2022 અને વર્ષ 2026ની એફિડેવિટ (સોગંદનામું) ની સરખામણી કરતા સામે આવ્યું છે કે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં તેમની સંપત્તિમાં 6.24 ગણો વધારો થયો છે.રાજુ કરપડા ભાજપમાંથી મુળી-2 બેઠક પરથી હાલ ચૂંટણી લડી રહ્યા છે

આંકડાકીય માયાવી જાળ

વર્ષ 2022માં જ્યારે રાજુ કરપડાએ વિગતો જાહેર કરી હતી, ત્યારે તેમની કુલ મિલકત અંદાજે 50 લાખ રૂપિયાની આસપાસ હતી. જોકે, 2026ની લેટેસ્ટ એફિડેવિટ મુજબ આ આંકડો કુદકે ને ભૂસકે વધીને 3.12 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. 4 વર્ષના ગાળામાં આટલો મોટો આર્થિક ઉછાળો જોઈને વિશ્લેષકો પણ આશ્ચર્યચકિત છે.

જમીન ખરીદીનો ધમધમાટ

રાજુ કરપડા હવે કુલ 57 વીઘા જમીનના માલિક બની ગયા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, તેમણે વર્ષ 2023માં જાન્યુઆરીથી મે માસ વચ્ચે, એટલે કે માત્ર 4 મહિનાના ગાળામાં જ 42 વીઘા જમીનની ખરીદી કરી હતી. આ જંગી જમીન સોદાઓએ સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. 50 લાખથી શરૂ થયેલી સફર આજે કરોડોમાં પહોંચતા જનતામાં આ કમાણીના સ્ત્રોતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : મહેસાણા ભાજપ કાર્યાલયમાં 28 વર્ષથી ચા બનાવતા પટાવાળાને મળી ટિકિટ, રમેશભાઈ ભીલ લડશે ચૂંટણી