ઉમરગામ નગરપાલિકામાં ભાજપે 19 બેઠકો જીતતા બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો અને અપક્ષને 1 બેઠક મળી છે. આ પરિણામથી નગરપાલિકામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળે છે.
વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો જીતીને મજબૂત પકડ સ્થાપી
વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો જીતીને મજબૂત પકડ સ્થાપી છે. કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે, જ્યારે અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. જિલ્લા સ્તરે ભાજપની આ જીત તેને વધુ સશક્ત બનાવે છે.
જિલ્લાની 6 તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકોમાં પણ ભાજપનો જોરદાર પ્રભાવ રહ્યો
જિલ્લાની 6 તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકોમાં પણ ભાજપનો જોરદાર પ્રભાવ રહ્યો છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો જીતતા લગભગ સંપૂર્ણ વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ ખાલીહાથ રહી છે અને અપક્ષને 1 બેઠક મળી છે.
ધરમપુર તાલુકા પંચાયતમાં ભાજપને 4 બેઠકો મળી
ધરમપુર તાલુકા પંચાયતમાં ભાજપને 4 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે 5 બેઠકો જીતીને આગળ રહી છે અને અપક્ષને 1 બેઠક મળી છે. કપરાડા તાલુકા પંચાયતમાં ભાજપે 11 બેઠકો જીતેલી છે, કોંગ્રેસને 2 બેઠકો મળી છે.
પારડી તાલુકા પંચાયતમાં ભાજપે તમામ 22 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યો
પારડી તાલુકા પંચાયતમાં ભાજપે તમામ 22 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યો છે, જે પાર્ટી માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી છે.
નાનાપોંઢા તાલુકા પંચાયતમાં ભાજપે 14 બેઠકો જીતી છે, કોંગ્રેસને 2 બેઠકો મળી છે. કુલ મળીને, વલસાડ જિલ્લામાં ભાજપનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે, જ્યારે કેટલીક જગ્યાએ કોંગ્રેસે પણ પોતાની હાજરી નોંધાવી છે.