ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા ઉમેદવારોની વાત કરીએ તો, રિસનાબેન પ્રજાપતિ અને રમીલાબેન ચૌધરીએ મહિલા બેઠકો પર જીત હાંસલ કરી છે.
ભાજપનો કેસરીયો લહેરાયો
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા બની છે. બંને વોર્ડના ચારે-ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત મેળવતા નગરપાલિકામાં ભાજપની પકડ મજબૂત થઈ છે. વિરોધ પક્ષોના સુપડા સાફ કરી ભાજપે અહીં ક્લીન સ્વીપ કર્યું છે.













