રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક અંદાજમાં શક્તિપ્રદર્શન કરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે કેસરીયા માહોલમાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ 72 બેઠકોના ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકરો ઉમટી પડ્યા છે.

નારાજને મનાવી લઇશું

આ પ્રસંગે પ્રદેશ ભાજપના નેતા ભરત બોઘરાએ ટિકિટ ફાળવણીમાં જોવા મળતી સામાન્ય નારાજગી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "અમારી પાર્ટી મોટી છે અને સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી ચાલે છે. જો કોઈ નારાજ હશે તો તેમને અમે મનાવી લઈશું, કારણ કે કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી ઉપર નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ આ વખતે રાજકોટની તમામ 72 બેઠકો પર ભવ્ય વિજય મેળવશે.

 હવે રણમેદાન તૈયાર છે

ભાજપની સભામાં નાસિક ઢોલ, નગારાના ગુંજારવ ગાજી રહ્યો છે અને ભવ્ય આતશબાજીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યકરોના ઉત્સાહ અને સુત્રોચ્ચાર સાથે રાજકોટમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. હવે રણમેદાન તૈયાર છે અને ભાજપે શક્તિપ્રદર્શન દ્વારા વિરોધી પક્ષોને મજબૂત પડકાર ફેંક્યો છે.


આ પણ વાંચો---    Gujarat Latest News Live : અમદાવાદ અને વડોદરા મનપામાં અનેક મોટા ચહેરા કપાયા, બંને શહેરોમાં મેયર, ડે.મેયરની બાદબાકી