દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં ભાજપે મોટાભાગની બેઠકો પર વિજય મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ વાલિયામાં સત્તા મેળવીને રાજકીય વળાંક આપ્યો છે.

જિલ્લા પંચાયત: ભાજપની મજબૂત પકડ

ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર રસાકસી જામી હતી, જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપને 26 બેઠકો મળતા સત્તા યથાવત રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 05 બેઠકો મળી છે. કોંગ્રેસને માત્ર 03 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે.

નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થિતિ

  • નગરપાલિકા: ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં ભાજપે વિજય પતાકા લહેરાવી છે. જોકે, આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને હરાવીને સત્તા મેળવી છે.
  • તાલુકા પંચાયત: જિલ્લાની 9 તાલુકા પંચાયતો પૈકી 7 પર ભાજપ (ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, આમોદ, જંબુસર, વાગરા અને ઝઘડિયા) નો વિજય થયો છે.
  • ઉલટફેર: વાલિયા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી છે, જ્યારે નેત્રંગમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાનું સમીકરણ રસપ્રદ બન્યું છે.


આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos