રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ અંગે પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા નિવેદન આપ્યું છે.
બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો પર તરાપ
ચૂંટણી દરમિયાન શાંતિ ભંગ ન થાય તે માટે રાજકોટ પોલીસે ગુનેગારોની યાદી તૈયાર કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ભય ફેલાવતા 15 થી વધુ હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ વધુ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.













