સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને મસમોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પરના 'આપ' ના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો છે. આ ફેરફારથી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં મેળવ્યો પ્રવેશ
રાજેશ ચૌધરીએ સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. સુરત જિલ્લા પ્રભારી ગૌતમ ગેઢીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે તેમને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.













