Poonam Pandey alleges Raj Kundra 'Leaked' her number along with text
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજ કુંદ્રાએ આ અભિનેત્રી સાથે કરી હતી ગંદી હરકત, નંબર લીક કરી લખ્યું હતું- ‘તારા માટે કપડાં ઉતારી દઇશ’

રાજ કુંદ્રાએ આ અભિનેત્રી સાથે કરી હતી ગંદી હરકત, નંબર લીક કરી લખ્યું હતું- ‘તારા માટે કપડાં ઉતારી દઇશ’

 | 12:52 pm IST
  • Share

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્ન મુવીઝ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ પૂનમ પાંડેએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. 2019માં રાજ કુંદ્રા અને તેના સાથીઓ સામે નોંધાયેલા કેસની વાત કરતા પૂનમે ખુલાસો કર્યો હતો કે તેને પોતાનો કોન્ટ્રાકટ પૂરો કરવાની મંજૂરી નહોતી. રાજ કુંદ્રાએ પૂનમનું એ હદે શોષણ કર્યું હતું કે તેની ખાનગી કોન્ટ્રાકટની માહિતી ઓનલાઇન લીક કરી દીધી હતી. પૂનમે પોતાના નિવેદનમાં દાવા સાથે કહ્યું કે તેની અસહમતિ છતાં પણ રાજે તેનો નંબર અને કેટલીક તસવીરો લીક કરી દીધી હતી ત્યાર બાદ તેને ઘણા ફોન આવ્યા હતા જે ખૂબ જ અપમાનજનક હતા.

પર્સનલ નંબર એપ પર કરી દીધો હતો લીક

એક ઇન્ટરવ્યુમાં પૂનમે કહ્યું કે- મને ધમકી આપવામાં આવી અને એક કરાર પર હસ્તાક્ષર કરવાની ફરજ પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે – મારે તેમની ઇચ્છા મુજબ એક ચોક્કસ પ્રકારનું શુટ કરવાનું, પોઝ આપવાનો અને દેખાવાનું છે. નહીં તો તેઓ મારી બધી જ ખાનગી વસ્તુઓ લીક કરી દેશે. જ્યારે મેં કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારે તેણે મારો નંબર એક કેપ્શન સાથે લીક કરી દીધો હતો. જેમાં લખ્યું હતું કે, મને કોલ કરો હું તમારા માટે કપડા ઉતારી દઇશ. તેણે મારો પર્સનલ નંબર લીક કરી દીધો હતો. મને આજે પણ યાદ છે મારા ફોનની રિંગ વાગ્યા જ કરતી હતી અને તેમાં ધમકી ભરેલા મેસેજ પણ સામેલ છે.

‘ધ જર્ની ઓફ કર્મા’ અને ‘આ ગયા હીરો’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પૂનમનું માનીએ તો ફર્મમાં શેરને લઇ ભેદભાવ થઇ રહ્યો હતો, તેના લીધે તેણે કોન્ટ્રાક્ટ પાછો લઇ લીધો હતો. પરંતુ ત્યારબાદ તેની પાસે પ્રાઇવેટ શેરને લઈને ભેદભાવ હતો, જેના કારણે તેણે કરાર પાછો ખેંચી લીધો હતો. પરંતુ ત્યારબાદ તેની પાસે પ્રાઇવેટ નંબરો પરથી અનુરોધના કોલ આવવા લાગ્યા. તેના મતે આ બધાથી પરેશાન થઇને તેણે ત્રણ મહિના માટે દેશ છોડી દીધો હતો. પરંતુ પાછા ફર્યા બાદ પણ તેને આ બધું ઝીલવું પડ્યું. પરેશાન થઇને તેણે પોતાનો નંબર બદલી નાંખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન