Poonam Pandey made a splash in her first photoshoot of her career
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પૂનમ પાંડેએ કારકિર્દીના પહેલા જ ફોટોશૂટમાં મચાવી હતી ધમાલ, પરંતુ બાથરૂમમાં જઈને બહુ રડી, જાણો કારણ

પૂનમ પાંડેએ કારકિર્દીના પહેલા જ ફોટોશૂટમાં મચાવી હતી ધમાલ, પરંતુ બાથરૂમમાં જઈને બહુ રડી, જાણો કારણ

 | 7:39 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને એરેસ્ટ થયા પછીથી પૂનમ પાંડે ફરી એક વખત ચર્ચામાં આવી છે. પૂનમ પાંડેએ રાજ કુંદ્રા ઉપર ફ્રોડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર તેણે થોડા સમય પહેલા સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. આજે અમે તમને પૂનમ પાંડેની કારકિર્દીના પહેલા ફોટોશૂટનો એક ફોટો બતાવીશું. તમે જ જુઓ ત્યારથી અત્યાર સુધીમાં કેટલી બદલાઈ ગઈ છે.

પૂનમ પાંડેએ પોતે પોતાના પહેલા ફોટોશૂટનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ઓરેન્જ બિકિની ટોપ સાથે નજરે પડી રહી છે.

પૂનમ પાંડેનું પહેલું ફોટોશૂટ ઝડપથી વાયર લથઈ રહ્યુ છે. ચાહકો તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે. પૂનમ પાંડે ત્યારથી અત્યાર સુધીમાં ખુબ જ બદલાઈ ગઈ છે અને ચાહકો તેની ખુબ જ ચર્ચા કરી રહ્યા છે.

પૂનમ પાંડેએ પોતાના ફોટોશૂટનો એક ફોટો શેર કરતા લખ્યુ હતું કે, મારી કારકિર્દીનું પહેલું ફોટોશૂટ, પરવીણ તલાને ફોટો પાડ્યો હતો. જે ખુબ જ પ્રતિભાશાળી ફોટોગ્રાફરમાંથી એક છે. હું ભાગ્યશાળી હતી કે 18 વર્ષની ઉંમરમાં મેં તેમની પાસે ફોટોશૂટ કરાવ્યુ હતું. મને આજે પણ યાદ છે કે હું રીવિલિંગ કપડા પહેર્યા પછી બાથરૂમમાં રડતી હતી.

પૂનમ પાંડે પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. પૂનમ પાંડેએ સૈમ બોમ્બે સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી પૂનમ એકદમ જ ચર્ચામા આવી ગઈ હતી. હનીમૂનમાં જ તેમનો પતિ સાથે ઝઘડો થઈ ગયો હતો. જો કે પછી બંને વચ્ચે તાલમેલ બેસી જતા સમાધાન થઈ ગયું હતું.

મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ ગયા વર્ષે રાજ કુંદ્રા અને તમના સાથીદાર સૌરભ કુશવાહાની વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રા અને તેમની કંપનીએ તેના ફોટો અને વીડિયોને ખોટો ઉપયોગ કર્યો છે. પૂનમે કહ્યું કે, બંનેની વચ્ચેનો કોન્ટ્રાક્ટ પેમેન્ટના પગલે રદ્દ થઈ ગયો હતો. જ્યારે રાજ કુંદ્રા અને સૌરભ કુશવાહાએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. એવામાં હવે રાજ કુંદ્રાની ધરપકડ થતા ફરી ગરમાવો આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન