Adar poonawalla will do corona vaccine business with Britain
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ધમકીઓના ડરથી બ્રિટન ભાગ્યા પૂનાવાલા કે પછી બિઝનેસ વધારવા? UK સાથે કરી મોટી ડીલ

ધમકીઓના ડરથી બ્રિટન ભાગ્યા પૂનાવાલા કે પછી બિઝનેસ વધારવા? UK સાથે કરી મોટી ડીલ

 | 11:42 am IST
  • Share

આ મહિનાની પહેલી તારીખથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થયો છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. સરકારે આ પહેલા 2 તબક્કામાં તો રસીકરણ સરળતાથી કરી લીધું, પરંતુ આ વખતે વેક્સિનની ભારે તંગી સામે આવી રહી છે. તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યુટના અદાર પૂનાવાલાએ કહ્યું હતુ કે જાન્યુઆરીમાં જ્યારે કેસ ઓછા થવા લાગ્યા તો સરકારે કોરોનાને હળવાશમાં લઇ લીધો અને વેક્સિનના ઑર્ડર મળવાનું બંધ થઈ ગયું. આ કારણે સીરમ ઇન્સ્ટિટ્યુટે રસી બનાવવાની ક્ષમતાને ના વધારી.

તો કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સરકારે પુરતા વેક્સિન ઑર્ડર આપ્યા નહોતા. આ દરમિયાન સરકારનું નિવેદન આવ્યું છે કે વેક્સિનના ઑર્ડર આપવામાં આવ્યા છે, પરંતુ કંપનીઓ વેક્સિનનો સપ્લાય નથી કરી શકી રહી. ત્યાં સુધી કે બીજા તબક્કાના ઑર્ડરની પણ સંપૂર્ણ વેક્સિન ડિલિવરી થઈ શકી નથી. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, સરકાર તરફથી ગત મહિને 160 મિલિયન વેક્સિનના ઑર્ડ આપવામાં આવ્યા હતા, જેને આ ત્રણ મહિનામાં ડિલિવર કરવામાં આવવાના છે. સરકારે 28 એપ્રિલના 110 મિલિયન કોવિશીલ્ડ વેક્સિન (સીરમ ઇન્સ્ટિટ્યુટની) અને 50 મિલિયન કોવેક્સિન (ભારત બાયોટેકની)નો ઑર્ડર આપ્યો છે.

સરકારે એ પણ કહ્યું છે કે 28 એપ્રિલના જ સીરમ ઇન્સ્ટિટ્યુટને 1732.5 કરોડ રૂપિયા અને ભારત બાયોટેકને 787.5 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે, આવામાં એ કહેવું ખોટું હશે કે સરકારે નવા ઑર્ડર નથી આપ્યા. સરકારે એ પણ કહ્યું છએ કે ઑર્ડર અને પેમેન્ટ છતા અત્યારે કંપનીઓ બીજા ઑર્ડરને પણ સંપૂર્ણ રીતે ડિલિવર નથી કરી શકી. સીરમ ઇન્સ્ટિટ્યુટે 100 મિલિયન ડોઝના ઑર્ડરમાંથી અત્યાર સુધી 87.4 મિલિયન ડોઝની ડિલિવરી કરી છે અને ભારત બાયોટેકે 8.81 મિલિયન ઑર્ડર ડિલિવર કર્યા છે, જેને 20 મિલિયન ડોઝનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.

એક તરફ વેક્સિનને લઇને સરકારનું આ નિવેદન આવ્યું છે અને બીજી બાજું અદાર પૂનાવાલાએ યૂકેમાં પણ વેક્સિનનો બિઝનેસ શરૂ કરવાનું મન બનાવી લીધું છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે સૌથી મોટી ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટના પ્રમુખ અદાર પૂનાવાલા ભારતથી બ્રિટન ચાલ્યા ગયા છે. તેમનો દાવો છે કે ભારતમાં મોટા વગદાર લોકો તેમને ધમકીઓ આપી રહ્યા છે. આના કારણે સરકારે તેમને વાઈ કેટેગરીની સુરક્ષા પણ આપી છે. એ વાતનો પહેલાથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો પૂનાવાલા યૂકેમાં બિઝનેસ કરી શકે છે, પરંતુ હવે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

હવે એ પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે કે ખરેખર ધમકીઓથી ડરીને પૂનાવાલા બ્રિટન ભાગ્યા હતા કે પછી આ ફક્ત પોતાના બિઝનેસને મોટો કરવાનું બહાનું હતુ? યૂકેની સરકારે એક નિવેદનમાં કહ્યું હતુ કે, યૂકેના પીએમે યૂકે-ઇન્ડિયાની નવી ટ્રેડ ડીલ અંતર્ગત 1 અબજ પાઉન્ડની જાહેરાત કરી છે, જેનાથી દેશમાં લગભગ 6500થી પણ વધારે નોકરીઓ ઉભી થશે. સરકારના નિવેદન પ્રમાણે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાએ યૂકેમાં વેક્સિન બિઝનેસમાં 240 મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું થે, જે અંતર્ગત એક નવી સેલ્સ ઑફિસ ખોલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન