Post Office's Kisan Vikas Patra scheme is safe and vigorous
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગો છો ? સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી થશે ડબલ ફાયદો

તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગો છો ? સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી થશે ડબલ ફાયદો

 | 8:48 pm IST
  • Share

આજના સમયમાં દરેક લોકો પોતાના પૈસા એવી જગ્યાએ રોકવા માંગ છે કે જ્યાંથી ડબલ ફાયદો થતો હોય. પરંતુ તેની સાથે જ તેની સુરક્ષાનું પણ ખુબ જ મહત્વ છે. જો તમે રિસ્ક લઈને સારો ફાયદો મેળવવા માંગતા હોવ તો ઈક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડ એક સારો ઓપ્શન છે પરંતુ જો તમે બિલકુલ રિસ્ક વગર પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ એક ખુબ જ સારો વિકલ્પ છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ પણ ખુબ જ સારી છે.

કિસાન વિકાસ પત્ર ભારત સરકારની વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જેમાં એક નક્કી કરેલા સમયમાં તમારા પૈસા ડબલ થાય છે. કિસાન વિકાસ પત્ર દેશની દરેક પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં ઉપલબ્ધ છે. જેનો સામાન્સ સમય 124 મહિનાનો છે. જેમાં ઓછામાં ઓછા રૂ.1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જેના મુજબ વધારે નિવેશ કરવા માટે કોઈ લિમીટ નથી. કિસાન વિકાસ પત્રમાં સર્ટિફિકેટના રૂપમાં રોકાણ થાય છે. રૂ.1000, રૂ.5000, રૂ.10,000 અને રૂ.50,000 સુધીના સર્ટિફિકેટ છે. જેને ખરીદી શકાય છે. ઉલ્લેખનિય છે કે પોસ્ટ ઓફિસ સ્કીમ ઉપર સરકારી ગેરેન્ટી મળે છે. એવામાં થોડું પણ રિસ્ક નથી.

આ સ્કીમમાં રોકાણની કોઈ જ સીમા નથી એવામાં મની લોન્ડ્રિંગનો પણ ખતરો છે. એટલા માટે સરકારે તેમાં રૂ.50,000થી વધારે રોકાણ ઉપર Pan Card જરૂરિયાત છે. સાથે જ ઓળખાણ પત્રના આધાર તરીકે પણ આપવું પડે છે. જો તમે આ સ્કીમમાં રૂ.10 લાખ અથવા તો તેના કરતા વધારે રોકાણ કરો છો તો તમારે આવકનું પ્રુફ પણ આપવું ફરજીયાત છે. જેમ કે ITR, સેલેરી સ્લિપ અથવા તો બેંક સ્ટેટમેન્ટ.

આ રીતે ખરીદો સર્ટિફિકેટ

સિંગર હોલ્ડર ટાઈપ સર્ટિફેકેટ : આ પોતાના માટે અથવા તો કોઈ સગીર માટે ખરીદવામાં આવે છે.

જોઈન્ટ A એકાઉન્ટ સર્ટિફિકેટ :  આ બે પુખ્ય વ્યક્તિઓને જોઈન્ટના રૂપમાં જાહેર કરવામાં આવે છે. બંને હોલ્ડર્સને ચૂકવવામાં આવે છે અથવા તો જે જીવીત હોય તેને ચૂકવવામાં આવે છે.

જોઈન્ટ B એકાઉન્ટ સર્ટિફિકેટ : આ બે પુખ્ય વ્યક્તિઓને જોઈન્ટના રૂપમાં જાહેર કરવામાં આવે છે. બંનેમાંથી કોઈ એકને ચૂકવવામાં આવે છે અથવા તો જે જીવીત હોય તેને ચુકવવામાં આવે છે.

કિસાન વિકાસ  પત્રની ખાસિયતો

આ સ્કીમ ઉપર ગેરેન્ટી સાથે રિટર્ન મળે છે. જેના ઉપર  બજારના ઉતાર ચઢાવની કોઈ જ અસર થતી નથી. એટલા માટે આ રોકાણ ખુબ જ સુરક્ષિત છે.

આ સ્કીમમાં સમય પૂર્ણ થયા પછી તમને સંપૂર્ણ રકમ મળી જાય છે.

આ સ્કીમમાં ઈનકમ ટેક્સની કલમ 80C મુજબ ટેક્સની છુટ નથી મળતી.

તેના પર મળનારું રિટર્ન સંપૂર્ણ રીતે ટેક્સસ્લેબ છે. પરિપક્વતા પછી ઉપાડ પર કોઈ કર નથી.

તમે પરિપક્વ થયા પછી તે રકમ પાછી ઉપડી શકો છો. પરંતુ તેમાં 30 મહિનાનો સમય હોય છે. વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અથવા તો કોર્ટનો આદેશ સિવાય આ સમય પહેલા તમે આ સ્કીમમાંથી પૈસા ઉપાડી શકતા નથી.

તેમાં રૂપિયા 1,000, 5,000, 10,000, 50,000ના રૂપમાં રોકાણ કરવામાં આવે છે.

તમે કિસાન વિકાસ પત્રને કોલેટરલ અથવા સુરક્ષા તરીકે રાખી લોન પણ લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન