prachi tehlan bride look in red lehenga marriage wedding photos
  • Home
  • Featured
  • Photos: સોળ શણગાર સજી દુલ્હન બની પ્રાચી તેહલાન, ખુબસુરત તસવીરો મનમોહી લેશે

Photos: સોળ શણગાર સજી દુલ્હન બની પ્રાચી તેહલાન, ખુબસુરત તસવીરો મનમોહી લેશે

 | 2:44 pm IST

દીયા અને બાતી હમ સીરીયલથી પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી પ્રાચી તેહલાને રોહિત સરોહા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. આ તસવીરમાં દુલ્હન બનેલી પ્રાચી ખુબજ આકર્ષક લાગી રહી છે. લાલ રંગના જોડામાં સજી ધજીને તૈયાર થયેલી પ્રાચીના ચહેરા પર ખુશીની લહેર દોડી રહી છે.

પ્રાચીએ લાલ રંગનો લહેંગો પહેર્યો છે જેમાં તે ગજબની લાગી રહી છે. હેવી વર્કવાળા લહેંગા સાથે કુંદનની જ્વેલરી સુંદરતામાં ચાર ચાંદ લગાડી રહી છે. માથા પર માંગ ટીકો દુલ્હનને વધારે આકર્ષક બનાવે છે. પ્રાચીએ તેના લગ્નની તસવીરો શેર કરી છે.

લોકડાઉનના ગાઇડલાઇનનું પાલન કરતા અભિનેત્રીએ ખુબજ નજીકના લોકોની હાજરીમાં જ સાત ફેરા લીધા હતા. કુલ 50 લોકોની હાજરીમાં ખુબજ સાદગીથી આ લગ્ન સમારંભ યોજાયો હતો.

પ્રાચીને હાલતો પ્રશંસકો મનભરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો તમે પણ જોઇલો લાલ કપડામાં પરી લાગતી આ ખુબસુરત અભિનેત્રીની મનમોહક તસવીરોને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન