Pralhad Joshi On Gujarat Leadership Change
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભવિષ્યમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની ભાજપમાં શું ભૂમિકા રહેશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

ભવિષ્યમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની ભાજપમાં શું ભૂમિકા રહેશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

 | 2:31 pm IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલએ આજે શપથ લઈ લીધા છે, ત્યારે રાજ્યના 17માં મુખ્યમંત્રીની શપથવિધીમાં હાજર રહેવા માટે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાત આવ્યા છે. ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આજે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

ગુજરાત ભાજપને મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની કેમ ફરજ પડી? આ પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, નવા વ્યક્તિને લાવવા એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. ભાજપમાં નવા નેતૃત્વને તૈયાર કરવાની એક આગવી પ્રક્રિયા છે. અમારી પાર્ટીમાં એવું નથી થતું કે, મુખ્યમંત્રીનો પુત્ર જ મુખ્યમંત્રી બને, ધારાસભ્ય બને. ભાજપમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા પણ ઉચ્ચ પદ પર પહોંચી શકે છે. આના માટે સૌથી મોટું ઉદાહરણ ગુજરાતમાંથી જ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું.

આથી રાજ્યમાં નવું નેતૃત્વ લાવવાનો નિર્ણય કેન્દ્રીય નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મળીને નિર્ણય લીધો છે. જેનો અર્થ એ નથી કે, વિજય રૂપાણી નિષ્ફળ રહ્યાં છે. તેમણે 5 વર્ષ સુધી પ્રામાણિકપણે સરકાર ચલાવી છે.

મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સારું કામ કર્યું છે અને લાંબા સમય સુધી સંગઠનમાં રહ્યાં છે, ત્યારે તેમનો ભાજપ શું ઉપયોગ કરશે?
આ પ્રશ્નનો જવાબ આપતા પ્રહલાદ પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી એક માસ બેઝ્ડ પણ છે અને કેડર બેઝ્ડ પણ છે. દરેક વ્યક્તિનું જે યોગદાન છે, અનુભવ છે તેનો ઉપયોગ કરવો પાર્ટીની જવાબદારી છે. સૌ કોઈનું માન-સમ્માન જળવાય, તે જોવાની પણ પાર્ટીની જવાબદારી છે. વિજય રૂપાણી હોય કે નીતિન પટેલ તેમના જાહેર જીવનનો અનુભવ કે વહીવટી ક્ષેત્રના બહોળા અનુભવનો ભાજપ બખૂબી ઉપયોગ કરશે.

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે?
આ પ્રશ્નનો જવાબ આપતા પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, ગઈ વખતે અમે જે પ્રદર્શન કર્યું, તેના કરતાં વધારે સારું પ્રદર્શન કરીશું. સીઆર પાટીલે કહ્યું હતું કે, ગુજરાતની દરેક 182 બેઠકો ભાજપ જીતશે, તો શું એ શક્ય છે? જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે જે જવાબ આપ્યો, તે કંઈક ગણતરી કે આકલન કરીને જ આપ્યો હશે. મારું માનવું છે કે, ભાજપ 2-3 મેજોરિટી સાથે સત્તામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન