preity zinta has shared a cute photograph with baby in a pink sweater
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રીતિ ઝીંટાએ શેર કરી બેબી સાથેની સુંદર તસ્વીર

પ્રીતિ ઝીંટાએ શેર કરી બેબી સાથેની સુંદર તસ્વીર

 | 6:33 pm IST
  • Share

  • માતા બન્યાના 2 મહિના બાદ ઇન્સ્ટાગ્રામ પર મુક્યો ફોટો  

  • સરોગેસી દ્વારા માતા બનવાની આપી હતી ખબર

  • ગુલાબી રંગની ટોપીમાં સુંદર દેખાઈ રહ્યું છે બાળક

એક સમયે બોલીવુડની ખુબ સફળ અભિનેત્રી અને ડીમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટા નવેમ્બર મહિનામાં સરોગેસી દ્વારા બે જોડિયા બાળકોની માતા બની હતી. માતા બન્યાના 2 મહિના બાદ હાલમાં તેણે પોતાના બાળક સાથે તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં બાળકને ગુલાબી રંગની ટોપી પહેરવવામાં આવી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસ્વીરમાં પ્રીતિ ઝીંટા પોતે લીલા રંગનું સ્વેટર અને શોલ સાથે જોવા મળી છે. 16 કલાક પહેલા શેર થયેલી આ તસ્વીરમાં અત્યાર સુધી તેરસોથી વધારે લોકોએ કમેન્ટ પણ કરી છે.

નવેમબર મહિનામાં પ્રીતિ ઝીંટા અને તેના પતિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને સરોગેસીના સમાચાર આપવામાં આવ્યા હતા. જેમાં પ્રીતિ ઝીંટાએ જણાવ્યું હતું કે હું આજે આપ સૌની સાથે આ ખુશીના સમાચાર શેર કરવા જઈ રહી છું. સરોગેસીના માધ્યમથી હું અને જેન ગુડઈનફ, જય તથા જીયાના માતા પિતા બન્યા છીએ. હું તમામ ડોકટરો, નર્સો અને સમગ્ર હોસ્પીટલનો આભાર માનવા માંગું છું.

આ તસવીરના શેર કર્યાના થોડા સમય બાદ પોતાની મમ્મી ડયુટીમાંથી ફ્રી થઈને પ્રીતિએ વાદળી સ્વેટરમાં ફોટો શેર કર્યો હતો. પ્રીતિ ઝીંટાએ આ તસ્વીરમાં તે મધરહુડનો આનંદ ઉઠાવી રહી છે તેમ પણ જણાવ્યુ હતું. હાલમાં પ્રીતિએ શેર કરેલી તસ્વીરમાં સીમા ખાન, દિયા મિર્ઝા અને ઉજ્જ્વલા રાઉત જેવા સેલિબ્રિટીઓએ ઘણા બધા સુંદર ઈમોજી સાથે જવાબ આપ્યો છે.

પ્રીતિ ઝીંટાએ પોતાના પતિ સાથે 2016માં લગ્ન કર્યા હતા. તેઓ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને પોતાની ફિલ્મો વિષે પોસ્ટ પણ કરતી હોય છે. તાજેતરમાં પોસ્ટ કરેલી તસ્વીરમાં તેણે મમ્મી વાઈબ્સ લખ્યું છે. જેમાં તે ખુબ ચળકતા ચહેરા સાથે જોવા મળી હતી. આ ચહેરા પરનો ગ્લો માતા બનવાના લીધે અને બાળકોની સાથે સમય પસાર કરવાના લીધે આવી રહ્યો છે. હાલમાં આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો