Preparations to form two states from Uttar Pradesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉત્તર પ્રદેશના ફાડિયા કરી 2 રાજ્ય બનાવવાની તૈયારી! શું એટલે યોગી-મોદી-શાહની ધડાધડ બેઠકો?

ઉત્તર પ્રદેશના ફાડિયા કરી 2 રાજ્ય બનાવવાની તૈયારી! શું એટલે યોગી-મોદી-શાહની ધડાધડ બેઠકો?

 | 1:20 pm IST
  • Share

છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની વચ્ચે બધુ બરાબર ના હોવાની અટકળો ચાલી રહી છે. રાજકીય ગલીઓમાં આનું કારણ ઉત્તર પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટ વિસ્તરણ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આની પાછળ એક બીજી કહાની પણ સામે આવી રહી છે. સૂત્રો પ્રમાણે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપા નેતૃત્વ ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને અલગ પૂર્વાંચલ રાજ્ય બનાવવા પર વિચાર કરી રહ્યું છે.

યોગીનો ગઢ પણ પૂર્વાંચલમાં જશે!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના એ.કે. શર્માને ઉત્તર પ્રદેશ મોકલવા અને તેમને વિધાન પરિષદના સભ્ય બનાવવાને પણ આનાથી જોડીને દેખવામાં આવી રહ્યું છે. શર્મા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કોરોના વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. જાણકારો પ્રમાણે જો પૂર્વાંચલ બન્યું તો ગોરખપુર પણ નવા રાજ્યમાં જ આવશે જે યોગીનો ગઢ છે. યોગી 1998થી 2017 સુધી 5 વાર ગોરખપુરથી લોકસભા સાંસદ રહ્યા. યોગી ગૌરક્ષકપીઠના મહંત પણ છે. આનું કેન્દ્ર ગોરખપુરમાં જ છે.

યુપીની સત્તા પર આવવા માટે પૂર્વાંચલમાં જીતવું જરૂરી

સૂત્રો પ્રમાણે પૂર્વાંચલમાં ગોરખપુર સહિત 23થી 25 જિલ્લા સામેલ થઈ શકે છે. આમાં 125 વિધાનસભા સીટો પણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાસાંઓને લઇને યોગી જૂથ સહમત નથી. ઉલ્લેખનીય છે કે અલગ પૂર્વાંચલ, બુંદેલખંડ અને હરિત પ્રદેશની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. જો કે પહેલા યોગી સરકારે પૂર્વાંચલના વિકાસ માટે 28 જિલ્લાની પંસદગી કરી હતી. માનવામાં આવે છે કે યુપીની સત્તાનો રસ્તો પૂર્વાંચલથી જ પસાર થાય છે. જેની પાસે પૂર્વાંચલમાં વધારે સીટો આવી એ જ અહીંની સત્તા પર બિરાજે છે. ગત 27 વર્ષની ચૂંટણીને જોવામાં આવે તો પૂર્વાંચલના મતદારો ક્યારેય કોઈ એક પાર્ટીની સાથે નથી રહ્યા. 2017માં 27 વર્ષ બાદ ભાજપને પ્રચંડ બહુમતી તો મળી, પરંતુ 10 જિલ્લાઓમાં તે નબળી છે.

2017માં પૂર્વાંચલમાં BJPએ 115 સીટો જીતી હતી

રામ મંદિરની લહેરની વચ્ચે 1991માં જ્યારે ભાજપા પહેલીવાર UPની સત્તામાં આવી તો 221 સીટો લઈને આવી હતી. તે સમયે પૂર્વાંચલના 28 જિલ્લાઓમાં કુલ 152માંથી 82 સીટો પર ભગવો લહેરાયો હતો. જો કે ત્યારબાદ દર વર્ષે ભાજપનું પ્રદર્શન નબળું થતું ગયું. 1991 બાદ 2017માં ભાજપને પૂર્વાંચલની 28 જિલ્લાઓની 164 સીટોમાંથી 115 સીટો મળી હતી, જે ભાજપનો અત્યાર સુધીનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન