prime minister of Denmark frederiksen reached India-received-by-pm-modi
  • Home
  • Featured
  • ડેનમાર્કના પ્રધાનમંત્રી ત્રણ દિવસ ભારતની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા

ડેનમાર્કના પ્રધાનમંત્રી ત્રણ દિવસ ભારતની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા

 | 12:31 pm IST
  • Share

  • ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સન ત્રણ દિવસની ભારતની મુલાકાતે

  • PM નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સનનું કર્યું સ્વાગત

  • PM મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરશે

 

ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સન 9 થી 11 ઓક્ટોબર ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સન ભારતની પહેલી રાજકીય યાત્રા પર છે. PM નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સનનું દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઉષ્માભેર સ્વાગત કર્યું, દિલ્હી એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી (MoS) મીનાક્ષી લેખીએ ડેનમાર્કના પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ.

ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સન આ દરમિયાન કહ્યું હતું કે, ‘અમે ભારતને ખૂબ નજીકના ભાગીદાર માનીએ છીએ. હું આ મુલાકાત ડેનમાર્ક-ભારત દ્વિપક્ષીય સંબંધ માટે સીમાચિહ્નરૂપ જોઉં છું. તેમણે આગળ કહ્યું કે ગયા વર્ષે મેં અને PM મોદીએ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યા.

ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરિક્સન વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન, ડેનમાર્કના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધ પર વાતચીત કરશે. તે થિંક ટેન્ક, વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજના સભ્યો સાથે પણ વાતચીત કરશે.

PM મોદી સાથે મેટ ફેડરિક્સનની દ્વિપક્ષીય સંબંધોની ચર્ચામાં ગ્રીન એનર્જીનો મુદ્દો સૌથી મહત્ત્વનો રહેશે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત યુરોપિયન યુનિયનમાં જોડાયું છે. જે રીતે નાના દેશો સાથેના સંબંધો મજબૂત થવા લાગ્યા છે, ડેનમાર્કના વડાપ્રધાનની આ મુલાકાતને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક અન્ય દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ ભારતની મુલાકાત લીધી છે, પરંતુ કોરોના પ્રથમ લહેર બાદ કોઈ દેશના વડાની આ પ્રથમ મુલાકાત હશે. 28 ડિસેમ્બર, 2020ના રોજ, બંને દેશોના વડા પ્રધાનોના નેતૃત્વમાં એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો