priyanka chopra in flight before marriage with nick jonas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફ્લાઇટ અંદર જ નશામાં ધૂત થઈ કરવા લાગી આવી હરકતો, એટેન્ડન્ટને પ્રિયંકા વિશે કર્યો ખુલાસો

ફ્લાઇટ અંદર જ નશામાં ધૂત થઈ કરવા લાગી આવી હરકતો, એટેન્ડન્ટને પ્રિયંકા વિશે કર્યો ખુલાસો

 | 5:16 pm IST
  • Share

બોલિવૂડની સાથે-સાથે હોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા ખુબ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટોઝ શેર કરતી રહે છે, જેમાં ઘણી વાર નિક જોનાસ પણ જોવા મળે છે. પ્રિયંકા ઘણીવાર તેની સ્ટાઇલ વિશે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તે એક ફન્ની કહાનીના કારણે ચર્ચામાં આવી છે. એક ફ્લાઇટ એટેન્ડન્ટને કહ્યું કે એકવાર પ્રિયંકા દારૂ પીને નશામાં ધૂત થઈ ગઈ હતી.

આ ઘટના એ સમયની છે જ્યારે પ્રિયંકાના લગ્ન પણ નહોતા થયા, પરંતુ તે પછી તેણે હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. ત્યારે પ્રિયંકા તેના અમેરિકન શો ‘ક્વોન્ટિકો’ને કારણે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી. પછી તે ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી અને ત્યારે જ આ ઘટના બની હતી.

ફ્લાઇટ એટેન્ડન્ટને કહ્યું કે પ્રિયંકાએ તે સમયે બ્લડી મેરી (એક પ્રકારનો દારૂ)ની માંગ કરી હતી. પ્રિયંકાએ આ ડ્રિંક સાથે હોટ સોસેજ પણ માંગી હતી. આ પછી પ્રિયંકાએ ત્રણ પેગ માર્યા હતા અને તે નશામાં ધૂત થઈ ગઈ હતી. જો કે આ પછી તરત જ પ્રિયંકા સૂઈ ગઈ, પરંતુ તેની આ હરકતથી ફ્લાઇટમાં બેઠેલા તમામ મુસાફરોને ભારે મજ્જા આવી ગઈ હતી અને લોકો હસવા લાગ્યા હતા. તે એક માસૂમ બાળકીની જેમ વર્તન કરતી હતી. આ ઘટનાને લગતો એટેન્ડન્ટ દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો પરંતુ પછીથી તેને ડિલીટ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન