Priyanka gandhi called sachin pilot in late night for talking about Rajasthan congress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં પણ કૉંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી, મોડી રાત્રે સચિન પાયલટને પ્રિયંકા ગાંધીએ કરવો પડ્યો ફોન

રાજસ્થાનમાં પણ કૉંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી, મોડી રાત્રે સચિન પાયલટને પ્રિયંકા ગાંધીએ કરવો પડ્યો ફોન

 | 10:56 am IST
  • Share

રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. સમાધાન સમિતિના રિપોર્ટને લઇને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટ નારાજ છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કર્યો. કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કૉંગ્રેસના તમામ મોટા નેતાઓએ મોડી રાત્રે સચિન પાયલટને ફોન કર્યો અને સમાધાન કરવાનો ભરોસો આપ્યો છે. આ દરમિયાન સમાચાર છે કે સચિન પાયલટ આ મામલે આજે ચૂપ રહેશે અને દિલ્હી જશે.

પાયલટ જૂથના હેમારામ ચૌધરીએ રાજીનામું આપ્યું

આ દરમિયાન અચાનક સચિન પાયલટ સવારે-સવારે દૌસા પહોંચી ગયા. અહીં તેઓ પોતાના પિતા સ્વ. રાજેશ પાયલટને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની સાથે 6 ધારાસભ્યો છે. આ દરમિયાન સચિન પાયલટ જૂથના રાજીનામું આપનારા ધારાસભ્ય હેમારામ ચૌધરી મોડી રાત્રે જયપુર પહોંચી ગયા છે. તેઓ આજે વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીને મળશે. વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીએ કહ્યું હતુ કે, વ્યક્તિગત મળ્યા બાદ જ રાજીનામાનો નિર્ણય લેશે.

ઠેરઠેર કૉંગ્રેસમાં કકળાટ

દેશની ગ્રાન્ડ ગોલ્ડ ઑલ્ડ પાર્ટી કૉંગ્રેસ અત્યારે સંકટનો સામનો કરી રહી છે. જિતિન પ્રસાદે કૉંગ્રેસને છોડી દીધી. નવજોત સિંહ સિદ્ધુ અને સચિન પાયલટ નારાજ ચાલી રહ્યા છે. કૉંગ્રેસમાં મંથન અને ચિંતનનો સમય ચાલી રહ્યો છે. અત્યારે સચિન પાયલટ મૌન છે, પરંતુ તેમના મૌનનું કારણ અસંતોષ છે. નારાજગી પાછળ એ વાયદાઓ છે જે પૂર્ણ નથી થયા. પાયલટનું સમર્થન કરી રહેલા ધારાસભ્યો પૂછી રહ્યા છે કે પંજાબમાં વિવાદનું સમાધાન 10 દિવસમાં થઈ ગયું તો રાજસ્થાનમાં 10 મહિના બાદ પણ રસ્તો કેમ નીકળી રહ્યો નથી?

પાયલટને કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ નથી થયા

કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ ભંવર જિતેન્દ્ર સિંહે પણ કહ્યું કે, સચિન પાયલટથી કરવામાં આવેલા વાયદાઓ પૂર્ણ થવા જોઇએ. એક તરફ કૉંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે તો બીજી તરફ સચિન પાયલટે કાલે ઘર પર મીટિંગ કરી. ગત વર્ષે મુખ્યમંત્રી અશોક ગેહલોતની સાથે સચિન પાયલટના મતભેદ સામે આવ્યા હતા. કૉંગ્રેસ પાર્ટીના ઉચ્ચે નેતૃત્વના હસ્તક્ષેપ બાદ સચિન પાયલટ માની ગયા હતા. સરકારમાં સચિન પાયલટની ભાગેદારી વધારવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પાયલટના ધારાસભ્યોને મંત્રી અથવા રાજ્યના કોઈ વોર્ટમાં સભ્ય અથવા ચેરમેન બનાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન