Priyanka Gandhi Vadra spoke to Sachin Pilot on the phone
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જિતિને પાર્ટી છોડ્યા બાદ સચિન પાયલટ પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસની મુશ્કેલી વધી

જિતિને પાર્ટી છોડ્યા બાદ સચિન પાયલટ પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસની મુશ્કેલી વધી

 | 9:03 pm IST
  • Share

જિતીન પ્રસાદે કોંગ્રેસ છોડ્યા હોવાના સમાચાર હજુ ઠંડા થયા નથી કે રાજસ્થાન કોંગ્રેસમાં હંગામો મચ્યો હોવાની માહિતી મળી છે. માહિતી આવી રહી છે કે સચિન પાયલોટ કેમ્પે ફરીથી તેમની માંગણીઓ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સચિન પાયલોટ સાથે ફોન પર વાત કરી છે જેથી નારાજગી વધે નહીં. સચિન દિલ્હીમાં હાઈકમાન્ડને મળી શકે છે.

હકીકતમાં શુક્રવારે સચિન પાયલટ દૌસા પહોંચ્યા અને તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર ફૂલ હાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ જયપુર પહોંચેલા પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ પત્રકારોએ રાજસ્થાન કોંગ્રેસની અંદર આગ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. સચિને રીટા બહુગુણા જોશીના ફોન કોલ પર લાંબી શોટ રમી હતી. તેમણે કહ્યું- ‘રીટા બહુગુણા જોશીએ શું કહ્યું કે તેણે સચિન સાથે વાત કરી છે, તેણે સચિન તેંડુલકર સાથે વાત કરી હશે.

સચિને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ભાજપમાં નહીં જાય

આપને જણાવી દઈએ કે જિતિન પ્રસાદે કોંગ્રેસ છોડ્યા બાદ હવે મીડિયામાં સચિન અંગે શંકાઓ વહેતી થઈ છે. જોકે સચિન પાયલટે છેલ્લા બળવા દરમિયાન પણ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈ પણ સંજોગોમાં ભાજપમાં નહીં જાય. પરંતુ સમિતિની રચના પછી પણકોઈ પરિણામ ન આવતા અને પાયલટ સમર્થકોની નિમણૂકોમાં વિલંબ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો કે, કોંગ્રેસનો પોતાનો ખુલાસો છે.

રાજસ્થાનના પ્રભારી અજય માકને શું કહ્યું?

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન કહે છે, જ્યારે હું છું તો કેમ બને કે કોઈની વાત સાંભળવામં ન આવે. દરેકની વાત સાંભળવામાં આવી રહી છે. ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવશે, પછી ભલે તે મંત્રીમંડળની હોય કે સરકારની અંદર કમીશનની હોય, બધા ઉપર નિમણૂકો કરવામાં આવી રહી છે. હું સચિન પાયલટ સાથે દરરોજ વાત કરું છું, તે નારાજ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન