Problem isn't Covishield but India's vaccine certificate: UK
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રિટને કોવિશીલ્ડને માન્યતા આપી, હવે કોવિનનાં વેક્સિન સર્ટિ સામે વાંધાવચકા

બ્રિટને કોવિશીલ્ડને માન્યતા આપી, હવે કોવિનનાં વેક્સિન સર્ટિ સામે વાંધાવચકા

 | 7:10 am IST
  • Share

ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા ઉત્પાદિત કરાતી કોરોના રસી કોવિશીલ્ડને માન્યતા નહીં આપવા મુદ્દે ભારત સરકારે નોંધાવેલા ઉગ્ર વિરોધના એક દિવસ બાદ બુધવારે બ્રિટિશ સરકારે સીરમ દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડને માન્યતા આપી દીધી હતી. જોકે બ્રિટન સરકાર દ્વારા કરાયેલી જાહેરાત છતાં બ્રિટનનો પ્રવાસ કરવા ઇચ્છતા ભારતીયોને કોઇ રાહત મળી નથી કારણ કે ૪ ઓક્ટોબરે સવારના ૪ કલાકથી અમલમાં આવનારા નવા નિયમો અંતર્ગત ભારતીય પ્રવાસીઓને ૧૦ દિવસ ક્વોરન્ટાઇન રહેવું જ પડશે. બ્રિટનની સરકારે સીરમની કોવિશીલ્ડ સામેના વાંધા ચાલ્યા નહીં તેથી હવે બ્રિટને ભારતમાં કોવિન એપ દ્વારા જારી કરાતા વેક્સિનના સર્ટિ સામે વાંધો ઉઠાવ્યો છે. બ્રિટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓએ કોવિશીલ્ડના બે ડોઝ લીધા હોવા છતાં વેક્સિન સર્ટિ પરની શંકાઓના કારણે ૧૦ દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અમને કોવિશીલ્ડ સામે કોઇ વાંધો નથી પરંતુ ભારતમાં અપાતા વેક્સિન સર્ટિ પર શંકા છે.   વિશ્વ આરોગ્ય સંગઠન(ઉઁર્ં)ના વડાએ બુધવારે કોવિડ-૧૯ વેક્સિનની નિકાસ પુનઃ શરૃ કરવાના નિર્ણય માટે ભારતનો આભાર માન્યો હતો.

ભારતની નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ આર એસ શર્માએ જણાવ્યું હતું કે, ભારત સરકારના કોવિન એપ અને કોરોના રસીકરણના પ્રમાણપત્ર જારી કરવાની પ્રક્રિયામાં કોઇ સમસ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવેલા નિર્દેશોના આધારે આખી સિસ્ટમ કામ કરી રહી છે. અમે ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન સાથે પણ ચર્ચા કરી રહ્યાં છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો