Production of Naga Shaurya's film Lakshya is in final stage
  • Home
  • Uncategorized
  • ભારતમાં પહેલીવાર બની આવી દમદાર ફિલ્મ

ભારતમાં પહેલીવાર બની આવી દમદાર ફિલ્મ

 | 7:06 pm IST
  • Share

  • ભારતમાં પ્રથમવાર બની જોરદાર ફિલ્મ
  • બાહુબલી ફિલ્મને આપશે ટક્કર
  • ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત

 

ભારતમાં પહેલીવાર આવી જોરદાર ફિલ્મ બની છે જે બાહુબલી ફિલ્મને પણ ટક્કર આપશે..આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને હવેથી ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર વાઈરલ થયું છે.

દમદાર છે આ ફિલ્મ

ભારતીય સિનેમામાં અત્યાર સુધી તમામ વિષયો પર ફિલ્મો બની છે. પરંતુ હવે ટૂંક સમયમાં આવી ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે જે દર્શકોને એક નવી જ દુનિયામાં લઇ જશે. નોંધપાત્ર વાત એ છે કે તીરંદાજી વિશે ભારતમાં ક્યારેય કોઈ ફિલ્મ બની નથી અને નાગા શૌર્ય ટૂંક સમયમાં તીરંદાજની ભૂમિકામાં સ્ક્રીન પર જોવા મળશે.

ફિલ્મનું પોસ્ટર વાઈરલ

ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર વાઈરલ થયું છે. નાગા શૌર્યની આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘લક્ષ્ય’ 10 ડિસેમ્બરે રિલીઝ થશે. સંતોષ જગરલાપુડી શૌર્યની 20મી ફિલ્મ ‘લક્ષ્ય’નું નિર્દેશન કરી રહ્યા છે.

Naga Shaurya next film titled Srikrishna – Satyabhama?

ભારતમાં પહેલીવાર બની આવી ફિલ્મ

મેકર્સે ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.પોસ્ટરમાં નાગા શૌર્ય તીરોના વરસાદ વચ્ચે તીર અને ધનુષ લઈને જતા જોવા મળે છે.ફિલ્મ ‘લક્ષ્ય’ એ પ્રાચીન તીરંદાજીની રમત પર આધારિત ભારતની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં નાગા શૌર્ય એક નવા અવતારમાં જોવા મળશે. લક્ષ્ય તેના પોસ્ટ પ્રોડક્શનના અંતિમ તબક્કામાં છે.

Naga Shaurya: 5 upcoming projects of the actor to be excited for | The  Times of India

ફિલ્મ બાહુબલીને આપશે માત?

આ ફિલ્મમાં અભિનેત્રી કેતિકા શર્મા શૌર્યના પ્રેમની ભૂમિકા ભજવશે. ફિલ્મની વાર્તા અને શૂટિંગ ખૂબ જ મજબૂત લાગે છે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલીને પછાડી શકશે કે નહીં? આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. નોધનીય બાબત છે કે ‘બાહુબલી’ની ગણતરી ભારતની સૌથી મોટી અને સફળ ફિલ્મોમાં થાય છે.

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો